Saturday, February 28, 2026

કેન્દ્રના હોમ ડિપાર્ટમેન્ટનો નકલી અધિકારી ઝડપાયો, કારમાં લાલ બત્તી-નકલી નંબર પ્લેટ લગાવી રોફ જમાવતો

spot_img
Share

અમદાવાદ : રાજ્યમાં દિવસેને દિવસે નકલી વસ્તુઓની ઘટનાઓ સામે આવી રહી છે. થોડા સમય પહેલા તો નકલી સરકારી ઓફિસ પણ સામે આવી હતી, ત્યારે આજે અમદાવાદમાંથી કેન્દ્રના હોમ ડિપાર્ટમેન્ટનો નકલ અધિકારી ઝડપાયો છે. કેન્દ્ર સરકારના હોમ ડિપાર્ટમેન્ટના અધિકારી બની રોફ જમાવનારની ગુજરાત યુનિવર્સિટી પોલીસે ધરપકડ કરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ લોકસભાની ચૂંટણીને શહેરમાં વિવિધ જગ્યાએ પોલીસ બંદોબસ્ત અને વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે આરોપી સૌરીન પોતાની દિલ્હી પાસિંગ DL 03 CCM 9591 નંબરની ક્રેટા ગાડી લઈને નીકળ્યો હતો. આ ગાડીમાં પોલીસની સરકારી વાહનોમાં લાગે તેવી લાલ અને વાદળી લાઈટ લગાવેલી હતી. અને સરકારી ગાડીમાં ઈમરજન્સી સમયે વાગે તેવું હુટર લગાવ્યું હતું. પોલીસને શંકા જતા કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, કાર ન રોકતા ગુજરાત યુનિવર્સિટી પોલીસે પીછો કરીને વિજય ચાર રસ્તા નજીક તેને અટકાવી પૂછપરછ કરતા નકલી અધિકારીનો ભાંડો ફૂટી ગયો હતો.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે, આરોપી સૌરીન પશ્ચિમ બંગાળના કોલકતાનો રહેવાસી છે. સોફ્ટવેર એન્જીનિયર છે. તે પુનામાં આવેલી માઈક્રોસોફ્ટ કંપનીમાં નોકરી કરે છે. સૌરીનને સરકારી અધિકારીઓની જેમ લાલ લાઈટ વાળી ગાડીમાં ફરીને રોફ જમાવવાનો ખૂબ જ શોખ હતો. અગાઉ પણ તે પશ્ચિમ બંગાળમાં આ પ્રકારે લાલ લાઈટવાળી ગાડીમાં નકલી અધિકારી બનીને રોફ જમાવતા ઝડપાયો હતો અને તેની વિરુદ્ધ ગુનો પણ નોંધાયો હતો.

આ કેસમાં સૌરીને પશ્ચિમ બંગાળનું અસલી પાસિંગ બદલીને દિલ્હીનું નકલી પાસિંગ લગાવ્યુ હતું. આ ઉપરાંત સરકારી વાહનમાં લગાવેલી લાઈટ અને હુટર લગાવીને રોફ જમાવી રહ્યો હતો. એટલું જ નહીં કારમાં ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા લખ્યું હતું. હાલમાં ગુજરાત યુનિવર્સિટી પોલીસે લાલ લાઈટ અને હુટર ક્યાંથી લગાવ્યું તેમજ આરોપીએ નકલી અધિકારી બનીને કોઈની સાથે છેતરપિંડી આચરી છે કે નહીં તે મુદ્દે વધુ પૂછપરછ શરૂ કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...