Tuesday, September 22, 2026

અમદાવાદ પોલીસ કમિશનરના જાહેરનામાંને પડકારતી અરજી ગુજરાત હાઇકોર્ટે ફગાવી

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરમાં રેલી-સભામાં કાળા વાવટા ફરકાવવા પર પ્રતિબંધ મૂકવાના જાહેરનામાંને પડકારતી અરજીને ગુજરાત હાઇકોર્ટે (Gujarat High Court ) ફગાવી દીધી છે. ઉલ્લેખનિય છે કે રેલી અને સભામાં કાળા વાવટા પર પ્રતિબંધ મૂકવા અંગે અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું હતું.

 

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદ પોલીસ કમિશનરે ગત 16 એપ્રિલે જાહેરનામું બહાર પાડ્યું હતું જેમાં લોકસભા સામાન્ય ચુંટણી અનુસંધાને થનાર પ્રચાર-પ્રસાર અન્વયેની રેલી/સભા/સરઘસમાં કોઇના કોઇ કારણો આગળ ધરી કેટલાક ઈસમો કે જુથ દ્વારા વિરોધ કરવાની તથા કાળાવાવટા ફરકાવી, સુત્રોચ્ચાર કરી, પ્લે કાર્ડ/ બેનરો દર્શાવી કે આક્રમક કે ઉશ્કેરણી જનક ભાષણ/ સુત્રોચ્ચાર કરી જે તે વિસ્તારની શાંતી સલામતી જોખમાવવાની પુરેપુરી સંભાવના જણાતી હોય તથા જાહેર સુલેહ શાંતી ભંગ કે હુલ્લડ કે બખેડો થવાની પુરીપુરી સંભાવના રહેલી હોય જે બાબતો લક્ષમાં લેતા સામાન્ય નાગરિકોની સલામતિ અને સુરક્ષા અને યોગ્ય જાહેર વ્યવસ્થા જાળવવા સારૂ નિયમન રાખવાની જરૂર જણાય છે. તેથી હવે આ લોકસભા સામાન્ય ચુંટણી 2024 ના પ્રચાર પ્રસારની રેલી/સભા/સરઘસ દરમ્યાન કોઇએ કાળાવાવટા ફરકાવવા નહિ, કે ઉશ્કેરણીજનક બેનર વગેરે બતાવવુ નહિ અથવા કોઇ વિરૂધ્ધમાં ઉશ્કેરણીજનક સુત્રોચ્ચાર ના કરવા જણાવવામાં આવ્યું છે.

જાહેરનામામાં વધુમાં જણાવાયું હતું કે આ જાહેરનામાંનો અમલ 17 એપ્રિલથી લઈ અને 7મી મે સુધી મતદાર પૂરું થવા સુધી યથાવત રહેશે. જો તેનો અમલ નહીં કરવામાં આવે તો તેમની સામે કાયદેસરની ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે.પોલીસ કમિશનરના આ જાહેરનામાંને ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યું હતું. જો કે ગુજરાત હાઇકોર્ટે જાહેરનામાને પડકારતી આ અરજી ફગાવી દીધી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...