Wednesday, March 4, 2026

નવા વાડજમાં જ્વેલર્સની દુકાનમાં ચોરીનો મામલો, વાડજ પોલીસે 24 કલાકમાં જ ભેદ ઉકેલી ત્રણ આરોપીઓને દબોચ્યા

spot_img
Share

અમદાવાદ : શહેરના નવા વાડજ વિસ્તારમાં આવેલા આભૂષણ જવેલર્સની દુકાનમાં ચોરીનો બનાવ સામે આવ્યો હતો. ગ્રાહકના સ્વાંગમાં એક મહિલા અને બે પુરુષો જવેલર્સની દુકાનમાં વેપારીની નજર ચૂકવી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. જેને લઈને જવેલર્સ દુકાનદારે ગત 4 મેના રોજ વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, વાડજ પોલીસે 24 કલાકમાં જ 40 જેટલા સીસીટીવી તપાસી ચોર ગેંગની ધરપકડ કરી છે.

ઘટનાની વિગત જાણીએ તો શહેરના નવા વાડજ શાકમાર્કેટમાં આવેલા આભૂષણ જ્વેલર્સમાં ગત 4 મેના રોજ નોંધાયેલ ફરિયાદમાં ગ્રાહકના સ્વાંગમાં એક મહિલા અને બે પુરુષો જવેલર્સની દુકાનમાં આવી વેપારીની નજર ચૂકવી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસે ફરિયાદને આધારે ચોર ગેંગના ત્રણ આરોપીઓ પ્રવીણ ઉર્ફે અરવિંદ દંતાણી, કરણ ઉર્ફે કાલુ દંતાણી તેમજ ભારતીબેન દંતાણીની ચોરાયેલ મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે.ત્રણેય આરોપીઓ એકબીજાના પરિચિત છે. ત્રણેય આરોપીઓએ છકડો રીક્ષા ભાડે કરી જ્વેલરી ખરીદવાના બહાને તે દુકાનમાં પહોંચ્યા હતા અને ત્યારબાદ ચોરીને અંજામ આપ્યો હતો.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી પ્રવીણ ઉર્ફે અરવિંદ દંતાણી વિરુદ્ધ અગાઉ કડી પોલીસ સ્ટેશન તેમજ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધાઈ ચૂકી છે, જ્યારે આરોપી કરણ ઉર્ફે કાલુ દંતાણી વિરુદ્ધ સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ ચૂકી છે. વાડજ પોલીસે જ્વેલર્સમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલવા 40 જેટલા સીસીટીવી ફૂટેજની તપાસ કરી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.હાલ પોલીસે ત્રણેય આરોપીઓની પૂછપરછ કરી રહી છે અને ત્રણેય દ્વારા અન્ય કોઈ ચોરીને અંજામ આપ્યો છે કે કેમ આ ઉપરાંત જે છકડો રીક્ષા લઈને આરોપીઓ ચોરી માટે આવ્યા હતા તેના માલિક અથવા અન્ય કોઈ ચોરીની ઘટનામાં સામેલ છે કે કેમ તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

તમને જણાવી દઈએ કે નવા વાડજ વિસ્તારમાં આવેલ આભૂષણ જવેલર્સ શોપમાં ગત તારીખ 30 એપ્રિલના રોજ દુકાન ખોલતાની સાથે જ ત્રણ લોકો જેમાં બે પુરુષ અને એક સ્ત્રી દુકાનમાં સોનાની ખરીદીના બહાને આવ્યા હતા. જે પહેલા તો વેપારી પાસે સોનાની વસ્તુ કઢાવે છે ત્યારે વેપારી પણ એક બાદ એક વસ્તુ કહેવા પ્રમાણે બતાવે છે. ત્યારે વસ્તુઓે જોતા જોતા વેપારીની નજરથી બચાવી દોઢ લાખથી વધુની કિંમતના સોનાના દાગીની ચોરી કરીને નાસી છૂટ્યા હતા.જોકે વેપારીને ગત 3 મે ના રોજ સ્ટોકની ગણતરી વખતે ખ્યાલ આવતા ગત 4 મે ના રોજ વાડજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...