Wednesday, September 23, 2026

અમદાવાદીઓ માટે મોટી ખબર : AMTS બસની સ્પીડ પર લાગી બ્રેક ! 45 કિમીથી વધારેની સ્પીડથી નહીં દોડાવી શકાય

spot_img
Share

અમદાવાદ: રવિવારે સાંજે અમદાવાદના સેટેલાઈટ AMTS બસે મોટો અકસ્માત સર્જયો હતો. બસ ડ્રાઈવરે માતેલા સાંઢની જેમ બસ દોડાવીને 8 જેટલા વાહનોને અડફેટે લીધા હતા. આ અકસ્મતાં ચારથી પાંચ લોકો ઈજાગ્રસ્ત, તો એક વ્યક્તિની હાલત ગંભીર છે. ત્યારે AMTS બસની સ્પીડને કન્ટ્રોલ કરાવવા મોટો નિર્ણય લેવાયો છે. હવે AMTS ના ચાલકો 45 કિમીથી વધુની સ્પીડે બસ નહિ હંકારી શકે. AMC એ બસની સ્પીડ અંગે મોટો નિર્ણય લીધો છે.

અવારનવાર બનતા AMTS બસથી થતા અકસ્માતને રોકવા માટે AMC એ મોટો નિર્ણય લીધો છે. AMTS બસની ઝડપ અંગે તંત્રએ મહત્ત્વનો નિર્ણય કર્યો કે, હવે AMTS ની બસ 45 કિમી પ્રતિ કલાકથી વધુની ઝડપથી દોડાવી શકાશે નહીં. ગતરાતે જોધપુર ચાર રસ્તા ખાતે સર્જાયેલા AMTS અકસ્માતનો મામલે AMTS ના અધિકારીઓની મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં AMTS ની મહત્તમ સ્પીડ 50 થી 60 km પ્રતિ કલાકના બદલે ઘટાડીને 40 થી 45 km પ્રતિ કલાકની કરવાનો નિર્ણય લેવાયો છે. સાથે જ ખાનગી ઓપરેટરો પાસ દંડની વધુ રકમ વસૂલવા માટે પણ ચર્ચા થઈ હતી તેવું AMTS ના ચેરમેન ધરમશી દેસાઈએ જણાવ્યું હતું.

તમને જણાવી દઈએ કે ગત રવિવારે થયેલા ગંભીર અકસ્માતમાં વાહનોને ભારે નુક્સાન પહોચ્યું હતું. રીક્ષા અને ગાડીનો તો કચ્ચરઘાણ થઈ ગયો હતો. જોકે, સદનસીબે કોઈ મોટી જાનહાનિ જોવા મળી ન હતી. પરંતુ ચાર વ્યક્તિઓને ઇજા પહોંચતા તેઓને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા એન ડિવિઝન ટ્રાફિક પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી. બસ ડ્રાઈવરને ઝડપી લીધો હતો. પોલીસે આ કેસમાં આમિર મન્સૂરી નામના બસ ચાલકની ધરપકડ કરી છે. પોલીસના મતે આરોપી 10 વર્ષથી AMTSની બસ ચલાવતો હતો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...