Tuesday, October 13, 2026

બર્થ ડે સર્ટિફિકેટમાં સુધારા માટે હવે એફિડેવિટની જરૂર નહી: સરકારના નવા પરિપત્રથી જનતાને મોટી રાહત

spot_img
Share

ગાંધીનગર : ગુજરાતમાં સૌથી મોટી સમસ્યા હોય તો નામમાં સુધારણાની છે. રાજય સરકાર દ્વારા જન્મના પ્રમાણપત્રને લઇને ચાલતી અસસમંજસ બાબતે કેટલીક સ્પષ્ટતા કરવામાં આવી છે. બાળકોના જન્મ પ્રમાણપત્ર વખતે તેમનું નામ અલગ હોય અને આધારકાર્ડમાં નામ અલગ હોય તેવા સંજોગોમાં આધારકાર્ડ પ્રમાણેનું જન્મ પ્રમાણપત્ર આપવાનું થાય ત્યારે કોઇપણ પ્રકારનું સોંગદનામું કરાવવાની જરૂર નથી.આરોગ્ય કમિશનરે નવો પરિપત્ર કર્યો છે. જેમાં નકલ પણ ફ્રીમાં આપવાની રહેશે. આ કારણે ઘણા લોકોને રાહત મળી જશે. લોકો બર્થ સર્ટિફિકેટમાં સુધારા માટે ધક્કા ખાતા હોય છે. સરકારના નવા પરિપત્રથી તેમને ફાયદો થશે.

આધારકાર્ડ પ્રમાણે સુધારા જન્મ પ્રમાણપત્ર સિવાય કેટલાક કિસ્સામાં એવી પણ અરજીઓ આવે છે કે, મૂળ નામ અલગ હોય અને તેમને જન્મ પ્રમાણપત્ર અલગ નવા નામથી લેવાની માગ કરી હોય. આવા કિસ્સામાં મૂળ નામ કરતા તદન અલગ નામ જેમ કે, રમેશભાઇનું કિશોરભાઇ કરી શકાય નહીં પણ રમેશભાઈનું રમેશલાલ કરી શકાય છે, એટલે કે સંપૂર્ણ ભાવાર્થ બદલાતો હોય તેવું નવું નામ રજિસ્ટરમાં દાખલ કરી શકાય નહીં.

પરિપત્ર કરીને સ્પષ્ટતા કરી છે તેમણે એવી પણ સૂચના આપી છે કે, આધારકાર્ડ પ્રમાણે સુધારો કરેલું જન્મનું પ્રમાણપત્ર આપતી વખતે કોઈ ફી પણ વસૂવાની રહેશે નહીં એટલે કે નવું બર્થ સર્ટિ ફ્રીમાં આપવાનું રહેશે. આરોગ્ય કમિશનરે રજિસ્ટાર અને જિલ્લા આરોગ્ય અધિકારી સહિતના અધિકારીઓને તાકીદ કરી છે.

અત્યાર સુધી જન્મના દાખલામાં ’રમેશ’ના બદલે ’મહેશ’ નામ થઈ શકતું હતું. પણ હવેથી નિયમો બદલાઈ ગયા છે. અર્થાત્ મૂળ નામનો ભાવાર્થ બદલી શકાશે નહીં માત્ર મૂળ નામની પાછળ ’ભાઈ’ના બદલે ’લાલ’ કે ’કુમાર’ માં ફેરફાર કરી શકાશે. સુધારો સૂચવતો આ પરિપત્ર વર્ષો પહેલાં કરાઈ દેવાયો હતો. જન્મ-મરણ નોંધણી અધિનિયમ, 1969 મુજબ કોઈ પણ વ્યકિત પોતાનું નામ બદલી અને નવું નામ રજિસ્ટરમાં દાખલ કરવાની અરજી કરે તો તે સ્વીકારી શકાય નહીં. નામનો ભાવાર્થ બદલાતો ન હોય તો જ સુધારો થઈ શકે. આવો નિયમ હતો જ પણ વર્ષ 2009ના ઓગસ્ટ મહિનામાં રાજ્ય સરકારે તેમાં સુધારો કરતો પરિપત્ર કર્યો.

’પ્રવર્તમાન સામાજિક પરિસ્થિતિ અનુસાર જન્મ નોંધણી સમયે બાળકનું નામ જન્મ નોંધમાં હોય તેના બદલે શાળા પ્રવેશ વખતે જુદુ હોય અને ત્યારપછીના તમામ સરકારી અથવા અધિકૃત રેકોર્ડમાં બાળક કે વ્યકિતનું નામ તે જ દર્શાવેલ હોય તો આવા સંજોગોમાં સોંગદનામું અને જે તે પુરાવા તપાસીને તેમાં સુધારો કરી દેવો.આ પરિપત્ર કર્યા બાદ અરજદારો દ્વારા નામ સુધારણા માટે જે તે રજિસ્ટ્રાર કચેરીએ જરૂરી પુરાવા સાથે પહોંચી જતા હતા પણ તેને લઈને અનેક વિવાદો થતા હતા.

જન્મ વખતે બાળકનું નામ કંઈક અલગ રાખે અને પછી સ્કૂલમાં બાળકને મૂકે ત્યારે મનસૂફી પ્રમાણે નામ બદલી નાખે. જ્યારે પાસપોર્ટ કઢાવવાની જરૂરિયાત ઊભી થાય ત્યારે આ પ્રકારે સુધારા કરાતા હતા પણ ફેબ્રુઆરીમાં રાજ્ય સરકારે ફરી એક વખત કાયદામાં જરૂરી સુધારો સૂચવતો પરિપત્ર કર્યો અને મૂળ નામમાં સુધારો નહીં કરવા રાજ્યના તમામ જન્મ-મરણ નોંધણી રજિસ્ટ્રારને આદેશ આપ્યો હતો ત્યારથી આ નિયમ ચાલે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગિફ્ટ સિટી નજીક મેટ્રો ટ્રાયલ રનમાં ‘બ્રેક’, કેમ અચાનક અટકી કામગીરી?

ગાંધીનગર : GMRC સંચાલિત મેટ્રો રેલ પ્રોજેક્ટના ટ્રાયલ રન દરમિયાન અચાનક એક મોટી ટેકનિકલ ક્ષતિ સર્જાવાની ઘટના સામે આવી છે.શુક્રવારે (નવમી ઓક્ટોમ્બર) સવારે ગાંધીનગરમાં...

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...