Friday, September 25, 2026

અમદાવાદની ફોરેન પોસ્ટ ઓફિસમાં 3.50 કરોડનું ડ્રગ્સ ઝડપાયું, અમેરિકાથી આવ્યું હતું પાર્સલ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં ફોરેન પોસ્ટ ઓફિસમાંથી ડ્રગ્સ મળવાનો મામલો સામે આવ્યો છે. અમેરિકાથી આવી રહેલા પાર્સલને ક્રાઇમ બ્રાન્ચે કબ્જે કરતા તેમાંથી 3.50 કરોડનું ડ્રગ્સ મળી આવ્યું હતું.ક્રાઇમ બ્રાન્ચની ટીમે વધુ તપાસ કરતા પાર્સલમાંથી હાઇબ્રિડ અને લિક્વિડ ગાંજો કબ્જે કર્યો હતો.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદમાં ફોરેન પોસ્ટ ઓફિસમાંથી ડ્રગ્સ ઝડપાયું છે. અમેરિકાથી આવી રહેલા પાર્સલને ક્રાઇમ બ્રાન્ચે કબ્જે કરતા તેમાંથી ડ્રગ્સ મળી આવ્યું હતું. ક્રાઈમ બ્રાન્ચે 3.50 કરોડનું ડ્રગ્સ જપ્ત કર્યું છે.આ પેકેટ કેનેડા, અમેરિકા અને થાઇલેન્ડથી પાર્સલ દ્વારા ફોરેન પોસ્ટ ઓફિસમાં પહોંચ્યા હતા. મહત્ત્વપૂર્ણ છે કે ગાંજાને બાળકોના રમકડા, ટેડી બીયર, લંચ બોક્સ અને લેડીઝ ડ્રેસમાં છુપાવીને મોકલવામાં આવતો હતો.

જાણકારી મુજબ આ અગાઉના આરોપીની પૂછપરછમાં હકીકત સામે આવતા ડ્રગ્સના પાર્સલ ડિલિવર થાય તે પહેલા જ તેને ઝડપી લેવામાં આવ્યું છે. બાતમીના આધારે પોલીસે જથ્થો ઝડપી પાડ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચની ટીમે વધુ તપાસ કરતા પાર્સલમાંથી હાઇબ્રિડ અને લિક્વિડ ગાંજો કબ્જે કર્યો હતો. આ સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચે આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

તમને જણાવી દઈએ કે અમદાવાદમાં ડ્રગ્સ અને ગાંજાની માંગ સતત વધી રહી છે.થોડા મહિના પહેલા વિદેશથી આવેલા પાર્સલમાંથી 1.15 કરોડના હાઇબ્રિડ ગાંજાના 14 પેકેટ મળી આવ્યા બાદ વધુ 3.50 કરોડનું ડ્રગ્સ મળી આવ્યું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...