Monday, September 21, 2026

અમદાવાદ બન્યું ‘સ્વિમિંગપૂલ’, સન્ડે બન્યો રેઇન ડે, ગોતા-સાયન્સ સિટીમાં 3 કલાકમાં 6 ઇંચ વરસાદ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદને રવિવારે મેઘરાજાએ પાંચ-પાંચ ઇંચ વરસાદ સાથે તરબોળ કરી દેતા અમદાવાદ જાણે સ્વિમિંગ પૂલ બન્યું હતું. તેની સાથે મેઘરાજાએ પ્રી-મોનસૂન પ્લાનને જાણે કહી દીધુ હતુ ‘બાય’. અમદાવાદમાં સીઝન જામવાની સાથે તંત્રની પોલ ખુલ્લી પડી ગઈ હતી. શહેરમાં પડેલા પાંચ ઇંચ વરસાદે પ્રી-મોનસૂન પ્લાન કોહલીની જેમ ધોઈ નાખ્યો હતો.

અમદાવાદ RTO ને જોડતા 132 ફૂટ રોડ જળ બંબાકાર સ્થિતિમાં આવી ગયો છે. શહેરમાં અનેક લોકોના વાહનો ખોટવાયા છે. વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વરસાદી પાણી ભરાતા લોકોના કામ અટક્યા હતા. તો ભારે ટ્રાફિક જામનો પણ સામનો કરવો પડ્યો. ઠેર-ઠેર પાણી ભરાતા લોકો તેને જોવા નીકળ્યા હતા. રસ્તા પર લોકોના આવવા-જવા કરતાં લોકોના ભરાયેલા પાણી જોવા માટેની ભીડ વધારે હતી. લોકો રીતસરના પાણીમાં છબછબીયા કરતાં જોવા મળ્યા હતા.

અમદાવાદના નીચાણવાળા વિસ્તારમાં લોકોને પાણી ભરાવાના કારણે હાલાકી પડી રહી છે. ગોતા અને સાયન્સ સિટીમાં 3 કલાકમાં 6 ઇંચ, બોપલમાં 4 ઇંચ, નરોડામાં 4 ઇંચ, ચાંદખેડા, સરખેજ, ચાંદલોડિયામાં 3 ઇંચ, ઉસ્માનપુરા બે ઇંચ વરસાદ નોંધાયો છે. બપોર બાદ મેઘરાજાએ બઘડાટી બોલાવી હતી. જેને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને તાપમાનનો પારો ચાર ડિગ્રી સેલ્સિયસ ઘટી ઘટ્યો છે.

અમદાવાદમાં માત્ર 2 ઈંચ વરસાદમાં જ રસ્તાઓ બેટમાં ફેરવાતા પ્રિમોન્સૂન કામગીરી પર સવાલો ઊભા થઈ રહ્યા છે. ગોતા, એસજી હાઇવે, ન્યુ રાણીપ, જગતપુર, રાણીપ, ચાંદખેડા સહિતના વિસ્તારોમાં બે કલાકમાં ધોધમાર વરસાદના પગલે પાણી ભરાઈ ગયા છે. જેના પગલે વાહનચાલકોને અને લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે.

ગોતા અને સાયન્સ સિટીમાં ત્રણ જ કલાકમાં છ ઇંચ વરસાદ ખાબકતા પ્રીમોનસૂન પ્લાન ધોવાઈ ગયો હતો. બધી જ જગ્યાએ ફક્ત પાણી જ પાણી હતુ, રસ્તાઓ શોધવા જવા પડે તેવી સ્થિતિ હતી. ગોતા અને સાયન્સ સિટીના વિસ્તારના લોકો પણ અસમંજસમાં પડી ગયા હતા. આને મેઘમહેર કેવી કે મેઘકહેર તેના વિચારમાં પડી ગયા હતા.

રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી છે. હવામાન વિભાગે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ વરસશે. આજે ભરૂચ, સુરત, નવસારીમાં ભારે વરસાદની આગાહી છે. તો વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ થઈ શકે છે. પોરબંદર, જૂનાગઢ, અમરેલીમાં ભારે વરસાદની આગાહી છે. ભાવનગર, ગીર સોમનાથમાં પણ ભારે વરસાદ આવી શકે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...