Friday, May 1, 2026

મોડી રાત્રે અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલયમાં ઘુસી રાહુલ ગાંધીના ફોટા કાળા કર્યા, નિવેદનનો વિરોધ

spot_img
Share

અમદાવાદ : લોકસભામાં ગઈકાલે વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ પોતાના સંબોધનમાં કેટલાક એવા મુદ્દાઓ છેડ્યા હતા. જેના કારણે દેશભરમાં હિન્દુઓની લાગણી દુભાઇ છે. ગત મોડી રાત્રે અમદાવાદના પાલડી ખાતે આવેલ રાજીવ ગાંધી ભવન ખાતે બજરંગદળ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો પહોંચી ધમાલ કરી હતી. અહીં રાહુલ ગાંધીના ફોટો પર કાળો સ્પ્રે છાંટ્યો હતો તેમજ બેનરો ફાડ્યાં હતાં.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદમાં કોંગ્રેસના કાર્યાલય ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના 20 થી 25 કાર્યકરો ભારે રોષ સાથે પહોંચ્યા હતા અને વિરોધ કર્યો હતો. કોંગ્રેસના કાર્યાલયને તાળાબંધી કરી હતી. રાહુલ ગાંધીના પોસ્ટર્સ પર હિન્દુ સંગઠનના કાર્યકરોએ કાળો સ્પ્રે માર્યો હતો અને ‘હિન્દુ મતલબ હિંસા’ લખેલા રાહુલ ગાંધીના પોસ્ટર્સ લગાવ્યા હતા. રાહુલ ગાંધીના હિંદુ અંગેની ટિપ્પણી સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો.


કોંગ્રેસના કાર્યાલય પર હુમલાને લઈને અમિત ચાવડાએ X પર પોસ્ટ કરીને ભાજપના લોકોએ રાતના અંધારામાં કોંગ્રેસના કાર્યાલય પર પથ્થર ફેંકવાની કાયરતાપૂર્ણની હરકત કરી હોવાનું કહ્યું હતું. તેમણે લખ્યું કે, અમે હુમલો કરનારા ભાજપ, RSSના નેતાઓને કહેવા માંગીએ છીએ કે હિંમત હોય તો સામે આવીને લડો. ગુજરાતમાં અમે તમને સત્ય-અહિંસાના હથિયારથી જ હરાવીશું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...