Thursday, September 24, 2026

અમદાવાદ પોલીસનું જાહેરનામું, રથયાત્રાના રૂટ પર નો-પાર્કિંગ જાહેર કરવામાં આવ્યો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં 7 જુલાઈ એટલે કે અષાઢી બીજે ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા નીકળવાની છે. આ વર્ષે ભગવાન જગન્નાથ રથ પર સવાર થઇને નગર ચર્યાએ નીકળવાના છે.ત્યારે રથયાત્રાને લઇને પોલીસે જાહેરનામુ બહાર પાડ્યુ છે. જેમાં રથયાત્રાના દિવસે અમદાવાદના કેટલાક રુટ પર બંધ રાખવામાં આવ્યા છે અને તેના માટે કેટલીક વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

વિગતે વાત કરવામાં આવે તો રથયાત્રાના રૂટ પર નો-પાર્કિંગ જાહેર કરવામાં આવ્યો છે. જેથી 7 તારીખે સવારથી રથયાત્રા પૂર્ણ ન થાય ત્યાં સુધી ‘નો પાર્કિંગ ઝોન’ જાહેર કરી દેવામાં આવ્યો છે. આદેશનું ઉલ્લંઘન કરનારા સામે ગુનો દાખલ કરાશે. આ સાથે ભારતીય ન્યાય સહિતા અને ગુજરાત પોલીસ અધિનિયમ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.

નોંધનીય છે કે, અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રાને લઈ પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે, આજે સરસપુર ખાતે ભગવાન જગન્નાથજીનું મામેરું ભરવામાં આવ્યું. મળતી વિગતો પ્રમાણે આજે સાંજે 5 થી 7 કલાક દરમિયાન ભક્તો ભગવાનના ભવ્ય મામેરાનાં દર્શન કર્યા હતા. આ સરસપુરમાં ભગવાન રણછોડરાયજીના મંદિરમાં ભગવાનનાં ભવ્ય મામેરાનાં દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભગવાન શ્રી જગન્નાથજીની 147મી રથયાત્રાના પ્રતિબંધિત અને વૈકલ્પિક રૂટની સમય સાથેની વિગત…

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...