Wednesday, March 11, 2026

મેડિકલ કોલેજમાં ફી વધારાના નિર્ણયથી વાલીઓ અને વિધાર્થીઓમાં રોષ, ફી વધારો પાછો ખેંચવા રજૂઆત

spot_img
Share

અમદાવાદ: ડોક્ટર બનવા માટે મેડિકલના અભ્યાસને લઈને GMERS દ્વારા હાલમાં કરવામાં આવેલા ફીમાં તોતિંગ વધારાનો હવે વિરોધ થઈ રહ્યો છે. શૈક્ષણિક વર્ષ 2024-25 માટે કરવામાં આવેલા ફી વધારાને રદ બાતદલ કરવાની માંગ ઉઠી છે.જે બાદ અમદાવાદના વાલીઓએ GMERS મેડિકલ કોલેજોમાં ફી વધારો પાછો ખેંચવા માંગ કરી રહ્યા છે. આજે વાલીઓએ કલેકટરને આવેદનપત્ર આપી ફી વધારો પાછો ખેંચવા રજૂઆત કરી છે. ફી વધારાના કારણે મધ્યમ વર્ગના બાળકોનું ડોક્ટર બનવાનું સપનું થાલી સપનુ જ રહેશે તેવું વાલીઓ જણાવી રહ્યા છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ GMERSની 13 મેડિકલ કોલેજોની સાથે સાથે સુરત સહિત રાજ્યની મેડિકલ કોલેજોની ખાનગી, મેનેજમેન્ટ ક્વોટા અને NRI ક્વોટાની બેઠકોની ફીમાં તોતિંગ વધારો કરી દેવાયો છે. મેડિકલ કોલેજોમાં ખાનગી બેઠકોની એક વર્ષની ફી રૂ.3.30 લાખથી વધારી રૂ. 5.50 લાખ કરાઈ છે. જ્યારે મેનેજમેન્ટ ક્વોટાની એક વર્ષની ફી રૂ. 9.07 લાખથી વધારી રૂ. 17 લાખ અને NRI ક્વોટાની એક વર્ષની ફી રૂ. 22 હજાર યુએસ ડોલરથી વધારી રૂ. 25 હજાર યુએસ ડોલર કરાઈ છે. આમ, ખાનગી બેઠકોની ફીમાં 67%, મેનેજમેન્ટ ક્વોટાની બેઠકોની ફીમાં 87% અને NRI ક્વોટાની બેઠકોની ફીમાં 14% સુધીનો વધારો કરાયો છે.

બીજી તરફ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) પણ આ મુદ્દે આગળ આવ્યુ છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ગુજરાત બ્રાન્ચના હોદ્દેદારો પ્રમુખ ડો. ભરત કાકડીયા અને માનદ મંત્રી ડોક્ટર મેહુલ શાહે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખી અને મેડિકલના અભ્યાસમાં જીએમઈઆરએસ દ્વારા કરવામાં આવેલા તોતિંગ ફી વધારાને રદ બાતલ કરવા માગ કરી છે. તેઓએ જણાવ્યું છે કે, ઈન્ડિયન મેડીકલ એસોસિએશન, ગુજરાતનાં તબીબી વિદ્યાર્થીઓ, વાલીઓ અને તબીબી શિક્ષણનાં વ્યાપક હિતને ધ્યાનમાં રાખી આ તોતિંગ ફી વધારો તાત્કાલિક અસરથી રદબાતલ કરવા માટે આપને અનુરોધ કરીએ છીએ.

તમને જણાવી દઈએ કે ગત વર્ષે GMERS દ્વારા MBBS અભ્યાસક્રમ માટે શૈક્ષણિક વર્ષ 2023-24 માટે ફી વધારો કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ વાલીઓ અને વિદ્યાર્થીઓના અનુરોધ પછી ફી વધારો પાછો ખેંચવામાં આવ્યો હતો. પરંતુ હવે આ શૈક્ષણિક વર્ષથી તોતિંગ ફી વધારો કરવામાં આવતા સામાન્ય પરિવારમાંથી આવતા વિદ્યાર્થીઓ માટે ઇન્ડિયન મેડિકલ અસોસિએશન ગુજરાત બ્રાન્ચ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખીને ફી વધારો પાછો ખેંચવા માગ કરવામાં આવી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...