Wednesday, March 4, 2026

ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા દરમ્યાન કયો રુટ રહેશે બંધ ? જાણો સમય સહિત અન્ય વિગતો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં રવિવારે ભગવાન જગન્નાથની 147મી રથ યાત્રાની તમામ કામગીરીને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. ત્યારે રથયાત્રા રૂટમાં સવારે 5 થી 11 વાગ્યે અને સાંજે 6 થી 8 વાગ્યા સુધી આસ્ટોડિયા સર્કલ થી રાયખડ સુધીનો રોડ બંધ રહેશે.ગીતા મંદિર બસ સ્ટેન્ડ જતા લોકો જમાલપુર બ્રિજથી અસ્તોડિયા થઈ જઈ શકશે. ટ્રાફિક વિભાગ દ્વારા મુખ્ય 6 માર્ગ બંધ કરીને ડાયવર્ઝન રૂટ નકકી કરવામાં આવ્યા છે.

આ દરમ્યાન સારંગપુર સર્કલથી કાલુપુર સુધીનો રોડ બંધ રહેશે. તો કાલુપુર સર્કલથી પ્રેમ દરવાજા સુધીનો રસ્તો 9.30થી 4.30 વાગ્યા સુધી બંધ રહેશે.જ્યારે દર્શને આવતા લોકો માટે પાર્કિંગ પ્લોટ બનાવવામાં આવ્યા છે.

રથયાત્રાના રુટ પરથી પસાર થનારા તમામ વાહનોની અવરજવર બંઘ રહેશે પણ વૈકલ્પિક રૂટ દ્વારા વાહનોની અવર જવર થઇ શકશે.

રથયાત્રાને લઈને ટ્રાફિક પોલીસે ખાસ વ્યવસ્થા ઊભી કરી છે. જેમાં કાલુપુર રેલવે સ્ટેશન જવા માટે પોલીસની બે વાનનો ઉપયોગ કરી શકાશે. એક સારંગપુર અને એક દરિયાપુરથી મુસાફરોને બેસાડી રેલવે સ્ટેશન પહોંચાડશે. કાલુપુર રેલવે સ્ટેશન સુધી મુસાફરી કરનાર ટ્રાફિક પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે કે વધુ મેટ્રો રેલનો ઉપયોગ કરવામાં આવે. રથયાત્રા રૂટ પર નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. રથયાત્રા જોવા આવતા લોકોને વાહન પાર્ક કરવા માટે પાર્કિંગ પ્લોટનો ઉપયોગ કરવા માટે એક લિંક પરથી જાણી શકશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...