Friday, May 1, 2026

L.D કોલેજની હોસ્ટેલના ખંડેર રૂમમાંથી વિદ્યાર્થીનો મૃતદેહ મળ્યો, હત્યા કે આત્મહત્યા?

spot_img
Share

અમદાવાદ : અમદાવાદની L.D કોલેજની હોસ્ટેલના રૂમમાં વિદ્યાર્થીનો મૃતદેહ મળ્યો છે. L.D. કોલેજની હોસ્ટેલના D બ્લોકમાં આ બનાવ બન્યો છે. મૃતક વિદ્યાર્થીના ગળા અને હાથ પર બ્લેડ માર્યાના નિશાન છે. વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી છે કે તેણે આત્મહત્યા કરી છે.પોલીસ અને કોલેજનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો છે. બનાવ અંગે ગુજરાત યુનિવર્સિટી પોલીસે તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદમાં L.D કોલેજમાં કેમિકલ એન્જિનિંયરિંગના ચોથા સેમેસ્ટરમાં અભ્યાસ કરતો ઉર્વીન નામના વિદ્યાર્થીનો હોસ્ટેલના ત્રીજા માળે 435 નંબરના રૂમમાંથી મૃતદેહ મળ્યો હતો. મૃતક વિદ્યાર્થીના હાથમાં અને ગળાના ભાગે બ્લેડ માર્યાના નિશાન હતા. જે રૂમમાંથી મૃતદેહ મળી આવ્યો છે તે રૂમ ખંડેર હાલતમાં હતો. મૃતકનો મિત્ર સવારે રૂમ તરફ આવ્યો અને રૂમ બંધ જોયો ત્યારે શંકા ગઈ. આથી રૂમમાં તપાસ કરતા વિદ્યાર્થીનો લોહીથી લથપથ હાલતમાં મૃતદેહ પડ્યો હતો. જેથી પોલીસને જાણ કરવામાં આવી હતી. ગુજરાત યુનિવર્સિટી પોલીસે બનાવના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.પરિવારને આ સમાચાર મળતા આઘાત લાગ્યો છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, મૃતકે જાતે જ બ્લેડ મારી આપઘાત કરી લીધો છે. મૃતકની એક જુલાઈએ પરીક્ષા હતી. જેમાં મૃતક મોબાઈલ સાથે ઝડપાયો હતો. જેથી ભવિષ્ય અંગે ડર લાગતા મૃતકે પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. મૃતક વિદ્યાર્થી માંડવીના ગોકુળવાસનો રહેવાસી છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...