Tuesday, July 14, 2026

માઈભક્તો માટે ખુશખબર! આ વર્ષે અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તારીખ જાહેર

spot_img
Share

અંબાજી : અંબાજી મંદિર એ કરોડો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. વિશ્વપ્રસિદ્ધ મા અંબેના ધામ અંબાજી ખાતે દર વર્ષે આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમનો મહામેળો યોજાય છે. જેમાં વિદેશોથી પણ ભક્તો આવે છે. ત્યારે ફરી એકવાર ભાદરવી પૂનમના મેળાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ગઈકાલે યોજાયેલી એક મીટિંગમા જાહેરાત કરાઈ કે, 12 થી 18 સપ્ટેમ્બર દરમિયાન અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો યોજાશે.

કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર એવા શક્તિપીઠ અંબાજી ધામમાં દર વર્ષે ભાદરવી પુનમનો મહામેળો ભરાતો હોય છે. જે ભારતભરમાં પદયાત્રીઓનો સૌથી મોટો મેળો અંબાજી ખાતે ભરાતો હોય તેવું માનવામાં આવે છે. ફરી આ વર્ષે પણ ભાદરવી પૂનમના મેળાની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. અંબાજી ખાતે આગામી ભાદરવી પુનમનો મહામેળો તારીખ 12 સપ્ટેમ્બર થી 18 સપ્ટેમ્બર સુધી સાત દિવસનો મેળો ભરાશે. જેમાં 30 લાખ ઉપરાંત પદયાત્રીઓ અંબાજી આવવાની શક્યતા છે.

મેળા વિશે માહિતી આપતા મંદિર ટ્રસ્ટના વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદીએ જણાવ્યું કે, અંબાજીમાં આવતા યાત્રિકોને પૂરતા પ્રમાણમાં સુખ સુવિધા મળી રહે સાથે કાનૂની વ્યવસ્થા પણ પૂરતા પ્રમાણમાં જળવાયેલી રહે તેને લઈ યાત્રાધામ અંબાજી ખાતે સમગ્ર મેળાના લાઇઝન અધિકારીઓની એક બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં અંબાજી આવતા યાત્રિકોને વધુમાં વધુ સુવિધા જેવી કે લાઈટ પાણી આરોગ્ય રહેવા જમવા સાથે ની અનેક વ્યવસ્થાઓની સુચારુ વ્યવસ્થા થાય તે માટે આ બેઠક યોજવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, શક્તિ ભક્તિ અને અસ્થાના કેન્દ્ર સમા વિશ્વ પ્રસિદ્ધ માં અંબાના ધામ અંબાજી ખાતે ભાદરવીનો મહામેળો યોજાય છે. ભાદરવી પૂનમના મેળા દમરિયાન લાખો ભક્તો પગપાળા ચાલીને માં અંબાના ચરણોમાં શીશ ઝુકાવે છે. પગપાળા અંબાજી જઈ રહ્યા માઇ ભક્તો માટે અંબાજીના માર્ગો ઉપર ઠેર -ઠેર સેવાભાવી સંસ્થાઓ દ્વારા સેવા કેમ્પો ઉભા થાય છે. જ્યાં ભક્તો માટે ચા -નાસ્તા ,ભોજન સહીત આરામ જેવી અનેક સગવડો પુરી પાડવામાં આવે છે.

મેળામાં આવતા વાહનોને પાર્કિંગ વ્યવસ્થા પૂરતા પ્રમાણમાં મળી રહે તેવી વ્યવસ્થા પણ આ તબક્કે ઉપસ્થિત કરવામાં આવશે. આ બેઠકમાં અધિક કલેક્ટર, કૌશિક મોદી વિભાગીય પોલીસ અધિક્ષક જીજ્ઞેશ ગામીત સહિતના અન્ય વિભાગના અધિકારીઓ પણ આજની આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...