Monday, September 21, 2026

અમદાવાદીઓ મળશે ભેટ, રૂ. 210 કરોડના ખર્ચે SG હાઇવે પર બનશે વધુ બે ઓવરબ્રિજ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં દિવસેને દિવસે ટ્રાફિક સમસ્યા માથાના દુખાવા સમાન બનતી જાય છે. આ ટ્રાફિક કાબુમાં રાખવા અમદાવાદ શહેરમાં ઘણાં નવા બ્રિજ અને અંડરપાસ બનાવાયા છે, પરંતુ ટ્રાફિકનો પ્રશ્ન સહેલાઈથી ઉકેલાતો નથી. ત્યારે અમદાવાદીઓને રાહત સાથે ખુશી આપતા સમાચાર છે કે, અમદાવાદના સૌથી વ્યસ્ત એસ.જી. હાઈવે પર વધુ બે ઓવરબ્રિજ બનાવાશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચોમાસા બાદ ઓવરબ્રિજ બનાવવાની કામગીરી શરુ થઈ જાય તેવી અપેક્ષા છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદના સૌથી ટ્રાફિકથી ધમધમતા એસ.જી. હાઈવે પર એક ઓવરબ્રિજ ગોતાથી નિરમા વચ્ચે અને અન્ય એક YMCA ક્લબથી કર્ણાવતી વચ્ચે નિર્માણ કરાશે. આ બંને બ્રિજ બનતા જ એસ.જી. હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકોને રાહત મળશે. આ બંને ઓવરબ્રિજનો કુલ ખર્ચ રૂ. 210 કરોડ જેટલો અંદાજવામાં આવ્યો છે. બીજા શબ્દોમાં કહીએ તો આ બંને બ્રિજના લીધે ચિલોડાથી સરખેજ સુધીનો 60 કિ.મી.નો છ લેનનો રસ્તો સડસડાટ કાપી શકાશે. આ ઉપરાંત એસજી હાઇવે પર દરેક ઓવરબ્રિજ બનાવવામાં આવ્યા છે ત્યાં અંડર પાસ બનાવવાનું પણ આયોજન છે.જો કે આ બ્રિજના કામગીરી ક્યારે શરુ થશે તેની ચોક્કસ સત્તાવાર તારીખ જાહેર થઈ નથી, પરંતુ ચોમાસા બાદ ઓવરબ્રિજની કામગીરી શરુ થઈ જવાની આશા છે.

છેલ્લા બે દાયકામાં અમદાવાદ શહેરે વિકાસની હરણફાળ ભરી છે. જો કે વિકાસની હરફાળની સાથે શહેરમાં ટ્રાફિકની સમસ્યા પણ દિવસે દિવસે વકરી રહી છે. શહેરના મોટા રસ્તા પર અવારનવાર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળે છે. જો કે શહેરની ટ્રાફિક વ્યવસ્થાને પહોંચી વળવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન સતત પ્રયત્નશીલ છે. .

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...