Wednesday, September 23, 2026

અમદાવાદ પોલીસ કમિશ્નરે એકસાથે 1740 પોલીસ કર્મીઓની કરી બદલી

spot_img
Share

અમદાવાદ : શહેરમાં એકજ જગ્યા એ સાડા પાંચ વર્ષ કે તેથી વધુ સમયથી ફરજ બજાવતા વર્ગ-3ના 1740 પોલીસ કર્મીઓની બદલીનું લિસ્ટ પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્ર સિંહ મલિકે જારી કરતા અમદાવાદ પોલીસ બેડામાં ભૂકંપ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને ASI કક્ષાના આ 1740 પોલીસ કર્મીઓ ને વર્તમાન જગ્યા પરથી તાત્કાલિક છુટા થઈ 7 દિવસની અંદર નવી જગ્યાએ હાજર થવા પણ આદેશ કર્યો છે.

1746 Badli Order ahmedabad

પ્રાપ્ત રિપોર્ટ મુજબ પોલીસ કમિશનર અમદાવાદ શહેર દ્વારા અમદાવાદ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશન તેમજ શાખા બ્રાન્ચ કચેરીઓ ખાતે છેલ્લા સાડા પાંચ વર્ષ જેટલા સમયથી ફરજ બજાવતા હોય એવા કુલ 1740 ASI, HC, PC ની બદલી કરવામાં આવી છે.જ્ઞાનેન્દ્ર સિંહ મલિકે અમદાવાદ પોલીસ કમિશનર તરીકે નો હવાલો સંભાળ્યો ત્યારે તેઓએ પોલીસ કર્મચારીઓની ફરજનો કાર્યકાળ તપાસ્યો હતો,જેમાં એકજ જગ્યા પર કેટલાક પોલીસ કર્મીઓ લાંબા સમયથી ફરજ બજાવતા હતા.

અમદાવાદ શહેર પોલીસમાં લાંબા સમયથી કેમ બદલીઓ થઈ નથી અને એકજ જગ્યા પર કેમ વર્ગ -3 પોલીસ કર્મીઓ ફરજ બજાવી રહ્યા છે તે અંગે પોલીસ કમિશ્નર જી એસ મલિકે જાતે કારણો તપસ્યા હતા અને ત્યાર બાદ તમામ પોલીસ કર્મીઓની ફાઈલો જોયા બાદ ગુજરાત પોલીસ મેન્યુઅલ વોલ્યુમ-1ના નિયમ 154 (2) મુજબ અમદાવાદ શહેર પોલીસની એક ચોક્કસ ટ્રાન્સફર પોલિસી ઘડી કાઢી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...