27.6 C
Gujarat
Wednesday, October 23, 2024

અમદાવાદમાં દારૂના કટિંગનો પર્દાફાશ, આ વિસ્તારમાંથી દારૂના જથ્થા સાથે 3.28 લાખનો મુદ્દામાલ કબજે

Share

અમદાવાદ : ગુજરાતમાં દારૂના હેરફેર અને બુટલેગરના નેટવર્કને કોઈ પણ રોકી શક્યું નથી. બીજી તરફ પોલીસ બુટલેગરને પકડે છતાં તેનું નેટવર્ક રોકી શકાતું નથી અથવા કોઈ પોલીસ તેને નજર અંદાજ કરે તેવું અવારનવાર બને છે. ત્યારે સ્ટેટ મોનિટરીંગ સેલ(SMC)ના અધિકારીઓએ 22 જુલાઈ 2024ના રોજ દરિયાપુરમાં નાની હેવેલીમાં દારૂની હેરાફેરી થતી હોવાની માહિતીને આધારે દરોડો પાડીને દારૂનો જથ્થો અને 3 વાહન મળીને કુલ રૂ.રૂ.3,28,665 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ સ્ટેટ મોનિટરીંગ સેલ(SMC)ના અધિકારીઓએ દરિયાપુર વોર્ડ જેપી સ્કૂલની સામે દારૂનું કટીંગ થઈ રહ્યું હતું ત્યારે જ દરોડો પાડ્યો હતો. જેને પગલે આરોપીઓ ભાગી ગયા હતા.અહીંથી પોલીસે રૂ.1,78,665 નો દારૂ અને ત્રણ વાહનો મળીને કુલ રૂ. 3,26,665 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.પોલીસે દારૂનુ કટીંગ કરનારા રાજ ઉર્ફે નાનો દિલીપભાઈ પ્રજાપતિ, ત્રણ વાહનના માલિકો તથા દારૂનો જથ્થો મોકલનારા કુલ પાંચ આરોપી સામે ગુનો નોંધીને તેમની શોધ હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ દરિયાપુર પોલીસ કરી રહી છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles