Friday, May 1, 2026

અમદાવાદમાં હેડ કોન્સ્ટેબલ નો પાર્કિગમાં વાહન પાર્ક કરવા બદલ 300ની લાંચ લેતા ઝડપાયો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં ટ્રાફિક પોલીસ દ્વારા અનેક સિગ્નલ પર લોકોને નિયમોના ભંગ બદલ ઊભા રાખવામાં આવે છે તેમાંથી અનેક પોઇન્ટ પર મસમોટી દંડની રકમ કહીને લાંચ લઈને વાહન ચાલકને છોડી દેવામાં આવે છે આ અંગેની ACB ને ફરિયાદ મળતા ACB દ્વારા એક ડીકોય ગોઠવવામાં આવી હતી જેમાં શહેરમાં અતિ ભરચક એવા કાલુપુર રેલ્વે સ્ટેશન બહાર જ હેડ કોન્સ્ટેબલ 300 રૂપિયાની લાંચ લેતા ઝડપાઈ ગયા છે.આરોપીની ધરપકડ કરી ACB એ વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદમાં E ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અશોક પટણીએ ડિકોયર પાસે કાલુપુર રેલ્વે સ્ટેશન બહાર વાહન નો પાર્કિંગમાં મૂક્યું હોવાની જણાવી મેમો આપવા જણાવ્યું હતું ત્યારબાદ મેમો ના આપવા બદલ 500 રૂપિયાની લાંચની માંગણી કરી હતી.રકઝકના અંતે 300 રૂપિયા આપવાની નક્કી કર્યું હતું.આ 300 રૂપિયાની લાંચ લેતો અશોક પટણી ઈનગેટની બહાર જ ઝડપાઈ ગયો હતો.ACB એ આરોપીની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવશે.આ તપાસ દરમિયાન હેડ કોન્સ્ટેબલના સિનિયર અધિકારીઓના નામ ખૂલે તો નવાઈ નહિ.

તમને જણાવી દઈએ કે ACB ને ફરિયાદ મળી હતી કે શહેરના જુદા જુદા વિસ્તારોમાં ટ્રાફિક પોઇન્ટ પર ટ્રાફિક પોલીસ દ્વારા લાયસન્સ,પિયુસી,હેલ્મેટ,રોંગ સાઇડ,નો પાર્કિંગ વગેરે જુદા જુદા બહાના હેઠળ વાહન ચાલકોને રોકીને મેમો નહિ આપવા બદલ 500 રૂપિયાથી 1500 રૂપિયાના સુધીની લાંચ માંગવામાં આવે છે.આ માહિતીના આધારે ACB એ શહેરના અતિ વ્યસ્ત એવા કાલુપુર રેલ્વે સ્ટેશન બહાર ડિકોય ગોઠવવામાં આવી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...