Thursday, September 24, 2026

વસ્ત્રાપુરની આ 5 સ્ટાર હોટલમાં સાંભારમાંથી વંદો નીકળ્યો, AMCએ કિચન કર્યું સીલ

spot_img
Share

અમદાવાદ : નામ બડે ઔર દર્શન ખોટે કહેવતને સાર્થક કરતો કિસ્સો અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલી હયાત હોટલના હાલ જોવા મળ્યો છે. શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી હયાત હોટલમાં જમવા ગયેલા ગ્રાહકને સાંભારમાંથી વંદો નીકળ્યો હતો. જે મામલે ગ્રાહકે ફરિયાદ કરી હતી. AMCને આ મામલે ફરિયાદ મળતા ફૂડ વિભાગની ટીમ દ્વારા ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને વસ્ત્રાપુરની હયાત હોટલના રસોડાને સીલ મારી દેવામાં આવ્યું છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદની વધુ એક હોટેલનાં ભોજનમાંથી જીવાત નીકળી હોવાની ઘટના સામે આવી છે. અમદાવાદના વસ્ત્રાપુર એરિયામાં આવેલી ફાઇવ સ્ટાર હયાત હોટેલની વાનગીમાંથી જીવાત નીકળી હતી. પ્રસંગ દરમિયાન સાંભારમાંથી વંદો નીકળતા ત્યાં ખળભળાટ મચી ગયો હતો. હોટેલમાં પ્રસંગ દરમિયાન સાંભારમાંથી વંદો નીકળ્યો હતો. AMC દ્વારા હયાત હોટેલના કિચનને સિલ કરવામાં આવ્યું હતું.

વસ્ત્રાપુરની હયાત હોટલમાં સંભારમાંથી વંદો નીકળવાની ઘટના સામે આવતા ખાવાના શોખીનો ચિંતિત થયા છે. લોકો પ્રખ્યાત હોટલ-રેસ્ટોરન્ટમાં ઊંચી કિમંત આપી વાનગીઓના ટેસ્ટ માણવાનો અનુભવ કરતા હોય છે. પરંતુ ખાવાના શોખીન ગ્રાહકોને તેમના ટેસ્ટમાં કયારેક બેસ્વાદપણાનો પણ કડવો અનુભવ કરવો પડે છે.

આ અગાઉ પુરોહીત હોટલમાંથી મંગાવેલા ભોજનમાંથી ઈયળ નિકળવાની ઘટના સામે આવી હતી. આ મામલે ઓર્ડર કરનાર ભાવેશ પટેલે AMC માં ઓનલાઈન ફરિયાદ કરી હતી. ફરિયાદી મુજબ જ્યારે પુરોહિત હોટેલનાં સંચાલકને આ અંગે જાણ કરવામાં આવી તો તેમણે કહ્યું હતું કે લીલા શાકભાજીમાંથી ઈયળ આવી ગઈ હશે. ફરિયાદીનાં જણાવ્યા મુજબ પુરોહિત રેસ્ટોરન્ટના સંચાલકે બીજું ટિફિન મોકલી આપવાની વાત કરી હાથ ઊંચા કરી દીધા હતા.

શહેરમાં આવા કિસ્સાઓ વધતા આરોગ્ય વિભાગની કામગીરીને લઈને સવાલો ઉઠયા છે? કેમ આરોગ્ય વિભાગ આવા એકમો સામે કાયદાકીય પગલાં લેતું નથી ? કેમ આરોગ્ય વિભાગ સ્વચ્છતા અને ગુણવત્તાયુક્ત ભોજન ના આપનાર હોટલ અને રેસ્ટોરન્ટ સામે કાર્યવાહી નથી કરતું ?

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...