Monday, September 21, 2026

AMCના લાંચિયા અધિકારીના ઘરે સર્ચ કરતાં ખજાનો મળ્યો! ઘરમાંથી મળ્યા લાખો રૂપિયા અને સોનાનું બિસ્કીટ

spot_img
Share

અમદાવાદ: AMCના એક વરિષ્ઠ અધિકારીને એન્ટી કરપ્શન બ્યુરોએ 20 લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા. ત્યારબાદ AMC ના આસિસ્ટન્ટ TDO હર્ષદ ભોજકના ઘરે એસીબી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.ACB ની ટીમ દ્વારા તેમના ઘરમાં સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે. ACB ની ટીમ નાણાંની રકમની ગણતરી કરવા મશીન લઈને પહોંચી ગઈ છે. નારણપુરા સ્થિત નિવાસસ્થાને 20 લાખ રોકડ રકમ હોવા અંગે ACBએ સર્ચ શરૂ કર્યું.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ફરીયાદીની વડીલો પાર્જીત જમીનમાં મકાનો/દુકાનો હતી, જે AMC દ્વારા કબ્જો લઈ તોડી નાખવામાં આવી હતી. જેથી મકાનો-દુકાનોના ભાડુઆતો તથા ફરીયાદીએ કાયદાકીય પ્રક્રિયા કરી હતી. જે અંગેની જાણ એન્જિનિયર આશિષ પટેલને થતા વચ્ચેનો રસ્તો કાઢી આપવા અને મદદરૂપ થવાની અવેજમાં લાંચની માંગણી કરી હતી, પરંતુ ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી ACB નો સંપર્ક કરતાં લાંચના છટકાનું આયોજન કર્યું હતું. આશ્રમ રોડ ખાતેની રત્ના બિઝનેસ સ્ક્વેર ખાતે ACB એ છટકું ગોઠવી આરોપીઓને ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરાવી લાંચની માંગણી કરતા, લાંચની રકમ સ્વીકારતા અને એકબીજાએ મદદગારી કરતા પકડી પાડ્યા હતા.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, ગુરુવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ TDO હર્ષદભાઈ મનહરલાલ ભોજક 20 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા,જેઓના રહેણાંક ફ્લેટ પ્રગતિનગર (નારણપુરા) એરીયા અમદાવાદ ખાતે ACB ની ટીમે પંચ રૂબરૂ જડતી તપાસ કરતા રૂપિયા 73 લાખની રોકડ રકમ તથા સોનાનું બિસ્કીટ આશરે સાડા ચાર લાખની કિંમતનું મળી કુલ રૂપિયા 77 લાખ ઉપરાંતની માલમતા ધોરણસર કબજે કરેલ છે. દસ્તાવેજો તથા અન્ય મિલકતો બાબતે ને ચકાસણી અને જડતી ચાલી રહેલ છે.

ACB અમદાવાદ ગ્રામ્યના પોલીસ ઇન્સ્પેક્ટર એન.એન. જાદવના નેતૃત્વ હેઠળ આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ACBના મદદનીશ નિયામકો કે.બી. ચુડાસમા અને એ.વી. પટેલે આ કાર્યવાહીનું સુપરવિઝન કર્યું હતું. બંને આરોપીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલુ છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...