Wednesday, September 23, 2026

સાવધાન! નવું સિમ કાર્ડ ખરીદતા પહેલા ચેતજો, તમારા નામે થઈ શકે છે આવા મોટા કાંડ

spot_img
Share

અમદાવાદ : પ્રિ-એક્ટિવ સીમકાર્ડ ગેરકાયદેસર વેચવાના રેકેટમાં ચાર આરોપીઓની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. સીમકાર્ડ ખરીદવા આવતા ગ્રાહકોના ધ્યાન બહાર બે વખત બાયોમેટ્રિક પુરાવા મેળવી તેમના નામે બે સીમકાર્ડ ચાલુ કરાવી એક સીમકાર્ડ બ્લેકમાં વેચતા હોવાના કૌભાંડનો ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. પ્રાથમિક તપાસમાં 49 પ્રિ-એક્ટિવ સિમ કાર્ડ કબજે કરવામાં આવ્યા છે. જે મામલે ચાર આરોપીઓની ધરપકડ કરી ક્રાઈમ બ્રાન્ચે વધુ તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને કૌભાંડની જાણ થતા ફરિયાદના આધારે ચાર આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે ગેરકાયદેસર સીમ વેચનાર તેમજ લોકો સાથે છેતરપિંડી કરનાર મહમદ તલહા ઉર્ફે કબીર મિર્ઝા, કયુમ ઉર્ફે ભૂરા રાઠોડ, અજય રાવળ અને જયેશ ઉર્ફે જય નામના ચાર લોકોની ધરપકડ કરી છે. ચારેય આરોપીઓ માંથી કયુમ ઉર્ફે ભૂરો શાહપુર ચાર રસ્તા અને અજય રાવળ વસ્ત્રાલની નિરાંત ચોકડી પાસે ફૂટપાથ પર છત્રી લગાવી એરટેલ કંપનીના સીમકાર્ડનું વેચાણ કરતા હતા.

આરોપી કયુમ અને અજય સીમકાર્ડ ખરીદવા આવતા ગ્રાહકો પાસેથી આધાર પુરાવા લેતો હતો તેમજ ઓનલાઇન પ્રક્રિયા સમયે બે વખત ફોટોગ્રાફ અને બાયોમેટ્રિક ઇમ્પ્રેશન ની પ્રક્રિયા કરાવતો હતો. જેના દ્વારા તે બે અલગ અલગ સીમકાર્ડ એક્ટિવ કરતો હતો. જેમાંથી એક સીમકાર્ડ ગ્રાહકને આપતો હતો તેમજ અન્ય સીમકાર્ડનું વેચાણ અન્ય આરોપીઓને કરતો હતો.

એક્ટીવ કરેલા સીમકાર્ડ તલહા નામનો મુખ્ય આરોપી અન્ય આરોપી પાસેથી ચાલુ સિમકાર્ડ 300 રૂપિયામાં મેળવી 800 રૂપિયામાં વેચતા હતા. પોલીસની તપાસમાં સામે આવ્યુ કે પ્રિ-એક્ટિવ સિમકાર્ડ સટ્ટા બેટિંગ અને ગેરકાયદે પ્રવૃત્તિમાં વપરાય છે. સાથે જ તલ્હા છેલ્લા એક વર્ષથી ટેલિગ્રામમાં એક ગ્રુપ બનાવી તેનું વેચાણ કરતો હતો અને એક સિમકાર્ડ 2200 રૂપિયા સુધી વેચાણ કર્યા હોવાનું સામે આવ્યું છે.

મહત્વનું છે કે આરોપી છેલ્લા 3 વર્ષથી આ પ્રકારની પ્રવૃત્તિ કરતો હોવાનું સામે આવ્યુ છે. ત્યારે અત્યાર સુધીમાં 2000 થઈ વધુ સિમકાર્ડ આરોપીએ વેચ્યા હોવાનું પોલીસ માની રહી છે. આ સાથે જ ક્રાઈમ બ્રાંચે આવા સિમકાર્ડ ખરીદનાર અને તેનો ઉપયોગ કરનાર આરોપીની શોધખોળ શરૂ કરી તેમની તપાસ શરૂ કરી છે. ત્યારે પોલીસની તપાસમાં શું સામે આવે છે.. તે જોવુ મહત્વનું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...