Saturday, May 2, 2026

લોકગાયક અને ભાજપ નેતા વિજય સુંવાળાની ધરપકડ, મારા-મારીનો દાખલ થયો હતો કેસ

spot_img
Share

અમદાવાદ : ગુજરાતના લોક ગાયક અને ભાજપ નેતા વિજય સુંવાળા આજે ઓઠવ પોલીસ સ્ટેશને હાજર થયા હતા. જે બાદ તેમની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદમાં મારામારીનો વિડીયો વાયરલ થતા વિજય સુંવાળા અને તેના ભાઈ સહીત 8 વ્યક્તિ સામે ગુનો નોંધાયો હતો. જે બાદ પોલીસ દ્વારા તેમને નોટિસ પાઠવવમાં આવતા આજે તેઓ ઓઢવ પોલીસ સ્ટેશન ખાતે તેઓ હાજર થયા હતા.જ્યાં પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી.

પ્રાપ્ત જાણકારી મુજબ ગુજરાતના જાણીતા ગાયક અને ભાજપના નેતા વિજય સુવાળા સામે અમદાવાદમાં પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી આવી છે. આ ફરિયાદ ઓઢવ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે. આ ફરિયાદમાં વિજય સુંવાળાના ભાઇ યુવરાજ સુવાળાનું પણ નામ સામેલ છે. જાણકારી મુજબ વિજય સુવાળા સહિત 13 લોકો સામે નામજોગ સહિત 50ના ટોળા સામે ફરિયાદ દાખલ કરવામા આવી છે.

આ ફરિયાદ ફરિયાદીને જીવથી મારી નાખવાની ધમકી આપવા મામલે દાખલ કરવામા આવી છે. જેમાં આક્ષેપ કરવામા આવ્યો છે કે, ધોકા અને પાઇપો સહિત ટોળુ ઓફિસ પર ધસી આવ્યું હતુ અને ફરિયાદનીની ઓફિસ પર ટોળાએ આવીને ધમકી આપી હતી. આ દિનેશ દેસાઇ નામના જમીન દલાલે ફરિયાદ નોંધાવી હતી.મારા-મારીની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે.

ગુનામાં ઉપયોગમાં લેવામાં આવેલી કાર પણ કબ્જે કરવામાં આવી છે.ઓઢવ પોલીસે મારા મારીના કેસમાં ધરપકડ કરી છે. પોલીસે વિજય સુવાળાને હાજર થવા નોટિસ આપી હતી.આ મારા-મારીની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી. ગુનામાં વપરાયેલી કાર પણ કબ્જે કરી લેવાઈ હતી. અમદાવાદની ઓઢવ પોલીસે મારા મારીના કેસમાં આ ધરપકડ કરી હતી. અગાઉ આ મામલે પોલીસે વિજય સુવાળાને હાજર થવા નોટિસ પણ ફટકારી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...