Thursday, September 24, 2026

અમદાવાદીઓ સાચવજો ! આગામી દિવસોમાં ડહોળું પાણી આવે તેવી શક્યતા, AMCએ આપી ચેતવણી

spot_img
Share

અમદાવાદ : રાજ્યમાં ભારે વરસાદી માહોલ વચ્ચે સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો થતા નર્મદા કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે. બીજી તરફ, નર્મદા કેનાલ મારફતે અમદાવાદ શહેરમાં પૂરું પાડવામાં આવતા પાણીમાં ડહોળાશ સામાન્ય કરતાં વધુ હોવાથી AMCના વોટર ખાતા દ્વારા અમદાવાદીઓને સાવચેતીના ભાગરૂપે પાણીને ઉકાળીને પીવા માટે અપીલ કરવામાં આવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ મહાનગરપાલિકા તરફથી જાહેરાત કરાઈ છે કે, AMCની વોટર કમિટીએ કહ્યું છે કે, હાલ વરસાદના પૂરના કારણે પાણી સહેજ ડહોળાશવાળું આવશે. પ્લાન્ટમાં શુદ્ધિકરણ કર્યા બાદ પણ એ થોડું ડહોળું દેખાશે. એટલા માટે જ્યાં સુધી ડહોળાશ નીચે બેસી ન જાય ત્યાં સુધી આ સમસ્યા રહેશે. આથી AMC દ્વારા અપાતું પાણી હાલ ઉકાળીને પીવું હિતાવહ હોવાનું જણાવાયું છે. ખાસ કરીને નવા પશ્ચિમ ઝોન તથા પશ્ચિમ ઝોનના કેટલાક વિસ્તારમાં આવતા પાણીમાં આ સમસ્યા રહી શકે છે. તમારે 10-15 દિવસ ડહોળું પાણી આવવાની શક્યતાને ધ્યાનમાં રાખીને સાવચેતીના ભાગરૂપે પાણીને ઉકાળીને પીવા માટે અપીલ કરવામાં આવી છે.

AMC હેઠળના વોટર ખાતા દ્વારા નર્મદા કેનાલમાંથી પાણીનો જથ્થો મેળવી અને તેનું શુદ્ધિકરણ કરીને આખા અમદાવાદમાં પાણી પૂરું પાડવામાં આવે છે. તેવામાં સરદાર સરોવર ડેમની સપાટીમાં પાણીની આવક વધતાં નર્મદા કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે. જેથી નર્મદા કેનાલ મારફતે આવતાં પાણીમાં ડહોળાશ સામાન્ય કરતાં વધુ રહેતી હોવાથી આગામી દિવસોમાં ડહોળું પાણી આવવાની શક્યતાને ધ્યાનમાં રાખીને AMC હેઠળના વોટર ખાતા દ્વારા અમદાવાદવાસીઓને પાણીને ઉકાળીને પીવા જાહેર અપીલ કરવામાં આવી છે.

રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદને લઈને અનેક નદી-નાળા અને ડેમ છલકાયા છે. આ દરમિયાન ભારે વરસાદને કારણે સરદાર સરોવર ડેમની સપાટીમાં પણ વધારો જોવા મળ્યો છે. જો કે, ડેમની સપાટીમાં થતાં વધારાને ધ્યાનમાં રાખીને નર્મદા કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...