Thursday, September 24, 2026

એસજી હાઇવે પર કારે ત્રિપલસવારી ટુ-વ્હીલરને ટક્કર મારતાં વૃદ્ધાનું મોત, કાર મૂકી ચાલક નાસી છૂટ્યો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના એસ.જી હાઇવે પર અનેક વાહન ચાલકો બેફામ વાહન હંકારતા હોય છે, જેના કારણે એસજી હાઇવે પર વધુ અકસ્માત થાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. પોતાના ઇલેક્ટ્રિક ટુ વ્હીલર પર એક યુવતી પોતાના બાળક અને માતા સાથે જઈ રહી હતી, ત્યારે એક કારચાલકે ટક્કર મારતાં ત્રણેય નીચે પટકાયા હતા. અકસ્માત દરમિયાન યુવતી અને તેમના બાળકને ઈજા થઈ છે, જ્યારે તેમની માતાનું મોત થયું છે. અકસ્માત કરનાર કારચાલક કાર કીને ફરાર થઈ ગયો છે. એસજી હાઇવે 1 ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, વેજલપુરમાં રહેતા કાજલ રાવલ નાના બાળકોને વેક્સિન આપીને ગુજરાન ચલાવે છે. ગઈકાલે તેઓ તેમના બે વર્ષના દીકરા અને માતા જયશ્રીબેન સાથે ગોતા કામથી ગયા હતા. ત્યારબાદ તેઓ ઇલેક્ટ્રિક ટુ વ્હીલર પર ગોતાથી વેજલપુર પરત જઈ રહ્યા હતા. આ દરમિયાન એસ.જી હાઇવે પહોંચતા કારગીલ પેટ્રોલ પંપ પાસે બ્રિજ ઉપર ચઢ્યા ત્યાં તે એક ફોર વ્હીલરચાલકે પુરપાટ ઝડપે આવીને તેમના વાહનને ટક્કર મારી હતી. જેના કારણે ત્રણે જણા રોડ ઉપર પડી ગયા હતા. રોડ ઉપર પટકાતા ત્રણેયને ઇજા પહોંચી હતી.

આ દરમિયાન લોકોનું ટોળું ભેગું થયું હતું. ત્યારે અકસ્માત કરનાર કારચાલક કાર મૂકીને ત્યાંથી નાસી ગયો હતો. ત્રણેયને 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન કાજલબેનના માતા જયશ્રીબેનનું મોત થયું છે. કાજલબેને સમગ્ર મામલે એસજી 1 ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કારચાલકની તપાસ શરૂ કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...