અમદાવાદ : અમદાવાદમાં પ્રવેશવાની સીટી એન્ટ્રી તરીકે વિસત સર્કલથી ઝુંડાલ સુધી રુપિયા 79 કરોડના ખર્ચે આઈકોનિક રોડ બનાવવામાં આવશે.વિસત સર્કલથી ઝુંડાલ સુધી અંદાજે 3.5 કિલોમીટરના રોડને ડેવલપ કરવાનો તમામ ખર્ચ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરાશે.સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મુજબ, ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન તથા ઔડા દ્વારા આ રોડને ડેવલપ કરવા પાછળ થનારા કુલ ખર્ચ પૈકી ભાગે નીકળતી રકમ આપવામાં આવશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ચાંદખેડા વિસ્તારમાં વિસત સર્કલથી ઝુંડાલ સર્કલ સુધીના 3.5 કિલોમીટરના રોડને મ્યુનિ. આઈકોનિક રોડ રોડ બનાવશે. આ માટે 79.80 કરોડનું ટેન્ડર મંજૂર કરાયું છે. 60 મીટર પહોળા આ રોડ પર બીઆરટીએસ કોરિડોરની બંને બાજુ નવેસરથી 6 લેનનો રોડ બનાવાશે. અહીં એરપોર્ટથી ઈન્દિરા બ્રિજ સુધીના આઈકોનિક રોડની જેમ ઓન સ્ટ્રીટ પાર્કિંગ, મનોરંજન પ્રવૃત્તિ, સાઈકલ ટ્રેક, પ્લાન્ટેશન સાથેનો 2 મીટરનો ગ્રીન વોક-વે બનાવાશે. આ માટે પ્રતિ મીટર રસ્તો નિર્માણનો ખર્ચ રૂ.2.27 લાખ થશે.
વિસત સર્કલથી ઝુંડાલ સુધીના માર્ગને આઇકોનિક બનાવવા મગાવેલા ટેન્ડરમાં એપેક્ષ પ્રોટેક્ટ એલએલપીએ 31.40 ટકા વધુ વેલ્યુએશન કર્યું હતું. જેમાં 0.41નો ઘટાડો કરી 31 ટકા ઊંચા ટેન્ડરને મંજૂર રાખ્યું છે. 3.5 કિ.મી.નો રસ્તો બનાવવા આટલી મોટા ખર્ચને જસ્ટીફાઇ કરતાં અધિકારીઓએ નોંધ્યું કે, 100 કિમી વિસ્તારમાંથી ક્વોરીમાંથી ગુણવત્તાયુક્ત મટીરિયલ લવાશે. તંત્રએ દાવો કર્યો છે કે, રસ્તા સિવાય ફૂટપાથ, ગાર્ડન, સ્ટ્રીટ, આરસીસી પ્રિકાસ્ટની કામગીરીનો ખર્ચ વધુ થાય તેમ છે.
રોડની બંને બાજુ સાઇકલ ટ્રેક.
5 મીટર પહોળો સર્વિસ રોડ .
ઓનસ્ટ્રીટ પાર્કિંગ સુવિધા.
પ્લાન્ટેશન સાથેનો ગ્રીન વોકવે.
વેન્ડિંગ ઝોન, બેઠક માટે ગબેજો, બેન્ચીસ, સ્કલ્પચર્સ, લેન્ડસ્કેપિંગ, પ્લાન્ટેશન હશે.
મનોરંજક પ્રવૃત્તિનો વિસ્તાર.
ફૂડ, કિઓસ્ક અને મોબાઇલ ચાર્જિંગ પોઇન્ટ.
આધુનિક બસ સ્ટોપ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ બીન, લાઇટિંગ, પોલ, થીમ લાઇટિંગ પણ હશે.
ફૂડ સ્ટોલ, મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ અને આકર્ષક બેઠક વ્યવસ્થા હશે