અમદાવાદ: શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી ત્રિપદા સ્કૂલ વિવાદમાં સપડાઈ છે. હજુ તો નવું શૈક્ષણિક સત્ર શરૂ થયું છે ત્યાં જ સ્કૂલ બંધ કરવાની વાત સામે આવતા વાલીઓ મૂંઝાયા હતા. અને શાળાએ વાલીઓ પૂછપરછ કરવા જતાં સંચાલકે દરવાજા પર પોલીસ ગોઠવી દેતા વાલીઓ રોષે ભરાયા હતા અને NSUI એ સ્કૂલ પર પહોંચીને ઉગ્ર વિરોધ કર્યો છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદના ઘાટલોડિયામાં સ્થિત ત્રિપદા સ્કૂલમાં 1 થી 8 ધોરણ ગુજરાતી માધ્યમમાં ચલાવવામાં આવતું હતું. જે બંધ કરીને સ્કૂલે ઈંગ્લીશ માધ્યમમાં સ્કૂલ શરૂ કરી છે. ગુજરાતી માધ્યમ અચાનક જ બંધ કરી અચાનક જ વાલીઓને જાણ કરવામાં આવી હતી. જે વાલીએ અત્યાર સુધી ફી ભરીને બાળકોને ભણાવ્યા તે વાલી પોતાના બાળકને અન્ય જગ્યાએ ચાલુ વર્ષે કોણ એડમિશન આપશે તેને લઈને વાલીઓ રોષે ભરાયા હતા અને હોબાળો મચાવ્યો હતો.
અમદાવાદ શહેરના DEO હિતેન્દ્રસિંહ પઢેરિયાએ કહ્યું હતું કે, ત્રિપદા સ્કૂલ અંગે અમને કોઇ રજૂઆત મળી નથી. અમને અતુલ પ્રાથમિક શાળા તરફથી રજુઆત મળી છે. જે મામલે અમારી ટીમ તપાસ કરી રહી છે. RTE ના બાળકોને એક વર્ગમાં ભણાવવામાં આવે છે તે પણ અમારા ધ્યાન પર આવ્યું છે. જે અંગે પણ કરવા તપાસ સમિતિની રચના કરવામાં આવી રહી છે.