અમદાવાદ : સાબરમતી નદીમાં રિવર ક્રૂઝ/ફ્લોટિંગ રેસ્ટોરાં જોવા મળશે. વિદેશમાં તો તરતી રેસ્ટોરાં કે જેને ફ્લોટિંગ રેસ્ટોરાં તરીકે ઓળખવામાં આવે છે, તેવું જ ફ્લોટિંગ રેસ્ટોરાં સાબરમતી નદીમાં તરતી મળશે. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે રિવર ક્રૂઝ/ફ્લોટિંગ રેસ્ટોરાં પ્રોજેક્ટ માટે રસ ધરાવતી સંસ્થાઓ પાસેથી વિવિધ બીડ પ્રાપ્ત થઈ હતી.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે રિવર ક્રૂઝ/ફ્લોટિંગ રેસ્ટોરન્ટ પ્રોજેક્ટ માટે રસ ધરાવતી સંસ્થાઓ પાસેથી વિવિધ બિડ પ્રાપ્ત થઈ હતી. વધુમાં જરૂરી મૂલ્યાંકન કર્યા પછી SRDCL એ મેસર્સ અક્ષર ટ્રાવેલ્સ પ્રા.લિ.ને વર્ક ઓર્ડર જારી કર્યો છે. આ રિવર ક્રૂઝ/ફ્લોટિંગ રેસ્ટોરન્ટ સફર કરતી વખતે સ્વાદિષ્ટ ભોજનની સાથે આનંદથી ભરપૂર પ્રવૃત્તિઓ હશે અને લોકો માટે આરામદાયક મુસાફરી બની જશે. પ્રોજેક્ટના સમગ્ર વિકાસના લીધે નદી આરામ અને મનોરંજન માટેનું શ્રેષ્ઠ સ્થાન બની છે.
AMC જાણકાર સુત્રોએ આપેલા માહિતી મુજબ આ પ્રોજેકટ આગામી 6 થી 7 મહિના સુધીમાં અમલ થઇ જશે. દેશનું પ્રથમ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ બની રહેશે. એંક અંદાજ મુજબ 100 થી વધુ લોકોએ એક ટ્રિપ્માં ભોજન મજા માણી શકશે. રિવર ક્રૂઝમાં ડિજે તેમજ લાઇટ સાઉન્ડ શો પણ રહેશે.