Wednesday, July 22, 2026

અમદાવાદ રેલ્વે સ્ટેશનનું રીડેવલપમેન્ટ, 16 માળમાં નીચે મેટ્રો, ઉપર બુલેટ ટ્રેન અને વચ્ચે ટ્રેન, કેટલું કામ પૂર્ણ થયું ?

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના વ્યસ્ત કાલુપુર રેલ્વે સ્ટેશનના રીડેવલપમેન્ટનું કામ ઝડપથી આગળ વધી રહ્યું છે. લગભગ 2,400 કરોડના ખર્ચે તૈયાર થતું આ પ્રોજેક્ટ શહેરને વિશ્વ કક્ષાનું મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબ આપશે. હાલમાં સ્ટેશનના સાઉથ બ્લોકના નીચલા ભાગનું લગભગ 58.2 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે, જ્યારે ઉપરના ભાગમાં લગભગ 24 ટકા કામ પ્રગતિમાં છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, કાલુપુર રેલ્વે સ્ટેશનના રીડેવલપમેન્ટના આ પ્રોજેક્ટ અંતર્ગત સ્ટેશન પર બે 16 માળના ટાવર બનાવવામાં આવી રહ્યા છે, જેને નોર્થ બ્લોક અને સાઉથ બ્લોક તરીકે ઓળખવામાં આવશે. હાલ સાઉથ બ્લોકમાં મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબ બિલ્ડિંગના 7મા અને 8મા માળ પર બાંધકામ ચાલી રહ્યું છે, જ્યારે પાંચમા માળ સુધી સ્ટ્રક્ચરલ સ્ટીલ ફેબ્રિકેશન પૂર્ણ થઈ ચૂક્યું છે. નોર્થ બ્લોકનું બાંધકામ જૂન 2026માં શરૂ થવાનું આયોજન છે.

રીડેવલપમેન્ટ પછી કાલુપુર સ્ટેશનની ક્ષમતા પણ વધશે. બુલેટ ટ્રેન સ્ટેશનની નીચે ત્રણ નવા રેલ્વે પ્લેટફોર્મ બનાવવામાં આવશે. આ ઉપરાંત આશરે 15 એકર વિસ્તારમાં કોન્કોર્સ પ્લાઝા અને 7 એકર વિસ્તારમાં મેઝેનાઈન પ્લાઝા વિકસાવવામાં આવી રહ્યા છે, જેમાં આધુનિક વેઇટિંગ રૂમ, સ્વચ્છ શૌચાલય, ફૂડ કોર્ટ, કોમર્શિયલ સ્પેસ અને વીઆઈપી બિઝનેસ સેન્ટર જેવી સુવિધાઓ મળશે.

આ નવું સ્ટેશન ગ્રીન સ્ટાન્ડર્ડ્સને અનુરૂપ બનાવવામાં આવી રહ્યું છે, જેમાં ઉર્જા કાર્યક્ષમતા, પાણી સંરક્ષણ અને નવીનીકરણીય ઉર્જાનો ઉપયોગ કરવામાં આવશે. દિવ્યાંગ જનો માટે અનુકૂળ સુવિધાઓ પણ ઉપલબ્ધ રહેશે. મેટ્રો, રેલવે અને બુલેટ ટ્રેન સહિત અનેક પરિવહન સેવાઓને જોડતું આ સ્ટેશન ભવિષ્યમાં અમદાવાદ માટે મહત્વપૂર્ણ ટ્રાન્સપોર્ટ હબ સાબિત થશે. ખાસ કરીને 2030 કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને સ્ટેશનનું આધુનિકીકરણ વધુ મહત્વનું બની ગયું છે.

ભારતીય રેલવે દેશભરના મુખ્ય સ્ટેશનોને આધુનિક અને વિશ્વ કક્ષાના સ્ટેશનોમાં રૂપાંતરિત કરવા માટે ઝડપથી કામ કરી રહી છે. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ, સમગ્ર દેશમાં 1275 રેલવે સ્ટેશનોને અપગ્રેડેશન અને આધુનિકીકરણ માટે પસંદ કરવામાં આવ્યા છે. જેમાંથી 87 સ્ટેશન ગુજરાતમાં છે. અદ્યતન ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સવલતો સાથે અમદાવાદ રેલવે સ્ટેશનના પરિવર્તનના પરિણામે નવી નોકરીઓનું સર્જન થશે તેમજ અર્થતંત્રમાં પણ વૃદ્ધિ થશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...