અમદાવાદ : ઔડા દ્વારા સરદાર પટેલ રિંગરોડને સિક્સલેન બનાવવામાં આવશે. ઔડાની મળેલી બોર્ડ બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે. હાલ રિંગરોડ 60 મીટરની પહોળાઈ છે. હવે આ ચાર માર્ગીય રોડને 6 લેન બનાવવામાં આવશે. પ્રથમ તબક્કામાં 37 કિલોમીટર સિક્સ લેન્ રોડ બનશે અને બીજા તબક્કામાં 39 કિલોમીટરનો રોડ ડેવલોપ કરવામાં આવશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ઔડાની મળેલી બોર્ડ બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે.ઔડા દ્વારા રીંગ રોડ સિક્સલેન કરવામાં આવશે.હાલ રીંગરોડ 60 મીટર ની પહોળાઈ અને સાત કિલોમીટર ની લંબાઈ ધરાવે છે હવે આ ચાર માર્ગીય રોડને 6 લેન બનાવવામાં આવશે. પ્રથમ તબક્કામાં 37 કિલોમીટર સિક્સ લેન્ રોડ બનશે અને બીજા તબક્કામાં 39 કિલોમીટરનો રોડ ડેવલોપ કરવામાં આવશે. હયાત સર્વિસ રોડ જે ટુ લેન છે તે મોટો કરી ફોર લેન કરવામાં આવશે..છ નેશનલ હાઇવે તથા 11 જેટલા નાના મોટા સ્ટેટ હાઇવે સાથે રીંગરોડ જોડાયેલ છે.
AMCનાં ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, એસપી રીંગ રોડ પર વધતા ટ્રાફિક ભારણને લઈ એસપી રિંગ રોડને સિક્સલેન કરવાનો નિર્ણય લેવામાં આવેલ છે. તેમજ ટ્રાફિક ભારણ ઘટે તે પ્રમાણે આયોજન કરવામાં આવી રહ્યું છે. તેમજ સાબરમતી નદી પર ભાટ ગામ પાસે પણ બે નવા રિવર બ્રિજ બનાવવામાં આવનાર છે. તેમજ ત્રાગડ પાસનાં અંડર પાસને મોટો કરી બે લેનનો વધારવામાં આવશે. તેમજ નાના ચિલોડા, ભાટ ગામ, અસલાલી પાસે અંડરપાસ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
SP રીંગરોડ પરથી પ્રતિદિન એક લાખ જેટલા વાહનો પસાર થાય છે ત્યારે મોટી સંખ્યામાં લોકો ને ફાયદો થશે. ઔડા દ્વારા 2200 કરોડના ખર્ચે આ કામગીરી કરવામાં આવશે તદુપરાંત શહેરમાં આવેલા ભાટ અને ચિલોડા સર્કલના ટ્રાફિકને નિવારણ કરવા માટે થ્રીલેન્ડ બ્રિજની બાજુમાં બીજા અન્ય બે લાઈન બ્રિજ બનાવવામાં આવશે.
સરદાર પટેલ (SP ) રિંગ રોડ પર દિવસ દરમિયાન અંદાજિત એક લાખ જેટલાં વાહનો પસાર થતાં હોય છે. SP રિંગ રોડ પર 6 નેશનલ હાઈવે તથા 11 જેટલા નાના-મોટા સ્ટેટ હાઈવે સાથે જોડાણ થાય છે. રિંગ રોડ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને અમદાવાદ સાથે જોડતો મુખ્ય માર્ગ છે.