Saturday, February 7, 2026

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દર ચોથી સેકન્ડે પકડાય છે દારૂની બોટલ, આ આંકડા જોઇને ચોંકી જશો

spot_img
Share

અમદાવાદઃ ગુજરાતમાં કડક દારૂબંધીના દાવા વચ્ચે મોટી વાસ્તવિકતા સામે આવી છે. એક રિપોર્ટ પ્રમાણે 2024માં ગુજરાતમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની રૂપિયા 144 કરોડની કિંમતની 82 લાખ બોટલ ઝડપાઈ હતી. અમદાવાદ, વડોદરા, સુરત, નવસારી અને ભાવનગરમાં મોટા પાયે દારૂનો જથ્થો ઝડપાયો હતો, જ્યારે રાજ્યમાં દર ચોથી સેકન્ડે દારૂની બોટલ ઝડપાતી હોવાના ચોંકાવનારા અહેવાલો પણ મળ્યા છે.

મીડિયાના અહેવાલ પ્રમાણે 4,38,047 બોટલ અમદાવાદ શહેર, અમદાવાદ ગ્રામ્ય અને વેસ્ટર્ન રેલવેના અધિકાર ક્ષેત્રમાંથી જપ્ત કરવામાં આવી હતી. માત્ર અમદાવાદ શહેરમાં જ 3.06 લાખ ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ ઝડપાઈ હતી અને 2139 કેસ નોંધાયા હતા, જ્યારે 1.58 લાખ લિટર દેશી દારૂ અને 7,796 કેસ નોંધાયા હતા.

વડોદરા ગ્રામ્યમાં અધિકારીઓએ ટ્રક અને ગોડાઉનમાં ગુપ્ત ખાનામાં છુપાવેલો 9.8 કરોડ રૂપિયાનો દારૂ ઝડપાયો હતો. સુરત ગ્રામ્યમાં પણ 8.9 કરોડ રૂપિયાની આઇએમએફએલ આંતરરાજ્ય પરિવહન રેકેટમાં મળી આવી હતી.

નવસારીમાં 6.23 લાખ આઇએમએફએલ બોટલ જપ્ત કરવામાં આવી હતી, જે પડોશી રાજ્યોમાં કાર્યરત હાઇ-ટેક મેન્યુફેક્ચરિંગ એકમોમાં મળી આવી હતી. ગોધરામાં 8.8 કરોડ રૂપિયાની આઇએમએફએલ બોટલ જપ્ત કરવામાં આવી છે. ભાવનગરમાં 8.7 કરોડ રૂપિયાની આઇએમએફએલ અને દેશી દારૂ પાણીની ટાંકીઓમાં છુપાવીને અને તાજા શાકભાજીમાં છુપાવીને લાવવામાં આવતો હતો તેને જપ્ત કરવામાં આવ્યો હતો.

એક્સપર્ટ આ આંકડાને પોલીસ કાર્યવાહીને આભારી માને છે. તેમના કહેવા મુજબ આ માત્ર હિમશીલાની ટોચ હોઈ શકે છે. જો કે, એક નિવૃત્ત ડીજીપીએ કહ્યું કે પડોશી રાજ્યોમાંથી દારૂ અને દાણચોરીનો પ્રવાહ રોકવાનું માનવીય રીતે શક્ય નથી. પોલીસે સ્થાનિક સ્તરે પણ કડક કાર્યવાહી કરવાની જરૂર છે. જાગૃતિનો અભાવ વધુ લઠ્ઠાકાંડ તરફ દોરી શકે છે, એમ નિવૃત્ત અધિકારીએ જણાવ્યું હતું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...