Monday, October 12, 2026

સરકાર ટૂંક જ સમયમાં શરૂ કરશે “સીએમ ઓન ફોન’ સેવા, ફરિયાદ સીધી CM સાંભળશે

spot_img
Share

ગાંધીનગર : નાગરિકોને કોઈને કોઈ સમસ્યાઓ હોય છે. અનેકવાર એવુ બને છે કે લોકો સરકારી ઓફિસોના ધરમધક્કા ખાતા રહે છે, પરંતુ નિરાકરણ આવતુ નથી. ગુજરાત સરકાર સામાન્ય નાગરીકો માટે એક નવી સેવા શરૂ કરવા જઈ રહી છે. સરકાર ટૂંક સમયમાં ‘સીએમ ઓન ફોન’ નામની ટેલિફોન હેલ્પલાઇન સેવા શરૂ કરી રહી છે. હવે ગુજરાતના સામાન્ય નાગરિકો સીધા રાજ્યના મુખ્યમંત્રીનો સંપર્ક કરી શકશે. જેમાં લોકો પોતાની ફરિયાદો અને પ્રશ્નો સીધા મુખ્યમંત્રી કાર્યાલય (CMO) સુધી પહોંચાડી શકશે. આ યોજના માટે રાજ્ય સરકારે પ્રારંભિક બજેટ 1 કરોડ ફાળવ્યું છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી એક નવી પહેલમાં લોકો દ્વારા હેલ્પલાઈન પર ઉઠાવવામાં આવેલી ફરિયાદોનું સમાધાન આ કામ માટે રાખવામાં આવેલા અધિકારીઓની ટીમ દ્વારા કરવામાં આવશે. આ માટે બજેટમાં સામાન્ય વહીવટી વિભાગ માટે રાજ્ય સરકારે એક કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું છે. હવે આ વિભાગ ટૂંક સમયમાં ત્રણ સ્તરીય વ્યવસ્થા શરૂ કરવા માટે એજન્સીઓને નિયુક્ત કરશે. તમને જણાવી દઈએ કે હાલ ફરિયાદ માટે સ્વાગત ઓનલાઇન સેવા ઉપલબ્ધ છે, જેમાં નાગરિકો સીધા જ મુખ્યમંત્રીને ફરિયાદ કરે છે, પરંતુ તે લેખિત સ્વરૂપે કરવાની રહે છે. જ્યારે અહીં નાગરિકો ટેકનોલોજીથી ફરિયાદ નોંધાવી શકશે.

આ હેલ્પલાઈન માત્ર ફોન કોલ્સ જ નહીં, તે ઉપરાંત વ્હોટ્સએપ જેવા સોશિયલ મીડિયા, ઇમેલ અને ફોન મારફતે ફરિયાદ કરી શકશે. આ હેલ્પલાઈનનો વ્યાપ ખૂબ વિશાળ હશે. બીજા કેટલાંક રાજ્યોમાં આવી હેલ્પલાઈન ચાલે છે, જેમાં રોજના 5થી 50 હજાર ફોન આવે છે, અમે અહીં રોજના 1 લાખ ફોન કોલ્સ રિસીવ કરી શકાય તે રીતે વ્યવસ્થા કરીશું.

હવે ગુજરાતના નાગરિકો સીએમ ઓન ફોન દ્વારા મુખ્યમંત્રી સાથે સીધો સંપર્ક કરી શકશે. નાગરિકો મુખ્યમંત્રી કાર્યાલય સોશિયલ મીડિયા સાથે જોડાઈ શકશે. મુખ્યમંત્રી કાર્યાલય સાથે જોડાવા માટે વોટ્સએપ નંબર જાહેર કરવામાં આવ્યો છે. આ વોટ્સએપ નંબરના માધ્યમથી મુખ્યમંત્રી કાર્યાલયમા કોઈ પણ સંપર્ક કરી શકે છે. સીએમ દ્વારા 7030930344 વોટ્સએપ નંબર જાહેર કરાયો છે.

નોંધ: કોઈ સરકારી કર્મચારીને પોતાની કચેરી સંદર્ભની ફરિયાદ હોય અથવા કોઈ કિસ્સામાં કોર્ટ કેસ થયો હશે તો તેને લઈને આ હેલ્પલાઇનથી ફરિયાદ નોંધાશે નહીં. તે સિવાય કોઇ નાગરિકને યોજના કે સરકારી સેવા સંબંધિત માહિતી જોઈતી હશે તો તે પણ હેલ્પલાઈન પર મળશે. આ સેવા સંપૂર્ણપણે નાગરિકોને સમર્પિત હશે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગિફ્ટ સિટી નજીક મેટ્રો ટ્રાયલ રનમાં ‘બ્રેક’, કેમ અચાનક અટકી કામગીરી?

ગાંધીનગર : GMRC સંચાલિત મેટ્રો રેલ પ્રોજેક્ટના ટ્રાયલ રન દરમિયાન અચાનક એક મોટી ટેકનિકલ ક્ષતિ સર્જાવાની ઘટના સામે આવી છે.શુક્રવારે (નવમી ઓક્ટોમ્બર) સવારે ગાંધીનગરમાં...

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...