Tuesday, July 14, 2026

ચૈત્રી નવરાત્રીએ પાવાગઢ મંદિર ક્યારે ખુલશે અને બંધ થશે? આરતી-દર્શનનો સમય જાહેર કરાયો

spot_img
Share

પાવાગઢ : ચૈત્રી નવરાત્રીમાં માતાજીના દર્શનનું વિશેષ મહત્વ છે.. જેને લઇને માતાજીના અન્ય યાત્રાધામોની જેમ પાવાગઢમાં પણ ભક્તોની ભીડ ઉમટતી હોય છે..ભાવિક ભક્તોના ધસારાને લઈને મંદિર ખોલવાનો સમય નક્કી કરાયો છે. આગામી 30 તારીખથી ચૈત્રી નવરાત્રીનો આરંભ થાય છે. ચૈત્રી નવરાત્રી દરમિયાન લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડે છે. ભારતના 51 શક્તિપીઠમાંના એક પાવાગઢ શક્તિપીઠના દર્શનનું માઇ ભક્તોમાં ખૂબ જ મહત્વ છે.

પંચમહાલ જીલ્લાના હાલોલ તાલુકાના સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આગામી 30મી માર્ચના લઈ શરુ થનારી ચૈત્રી નવરાત્રીને લઈને માઇભક્તોમાં ભારે ઉત્સાહનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ પરિવાર પાવાગઢ દ્વારા મંદિર ખોલવાનો અને દર્શનનો સમય નક્કી કરાયો છે. જેમા 30મી માર્ચના રોજ એકમના દિવસે મંદિર ખુલવાનો સમય સવારે 4.00 અને બંધ થવાનો સમય સાંજે 8.00 કલાકે રહેશે.

ત્યારબાદ બીજથી સાતમ સુધી મંદિર 5.00 વાગે ખુલશે અને 8.00 વાગે બંધ થશે. આઠમ અને નોમના દિવસે મંદિર સવારે 4.00 વાગે ખુલશે અને 8.00 વાગે બંધ થશે. દસમથી ચૌદશ સુધી મંદિર 5.00 વાગે ખુલશે અને 8.00 વાગે બંધ થશે. પુનમના દિવસે મંદિર 4.00 વાગે ખુલશે અને 8.00 વાગે બંધ થશે. આ અંગેનું સમયપત્રક મંદિર ટ્રસ્ટ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.

નોંધનીય છે કે, પાવાગઢ ખાતે આસો નવરાત્રી સાથે સાથે ચૈત્રી નવરાત્રીનું પણ ખૂબ જ મહત્વ હોય છે. ગુજરાતની સાથે સાથે મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિત દેશના અનેક રાજ્યોમાંથી માઇભક્તો મહાકાળી માતાના દર્શ માટે આવતા હોય છે. ત્યારે આ વર્ષે પણ ચૈત્રી નવરાત્રીએ લાખોમાં સંખ્યામાં માઇભક્તો દર્શન આવે તેવી શક્યતા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...