33.1 C
Gujarat
Thursday, April 3, 2025

અમદાવાદમાં ચાર હજારથી વધુ પેટ ડોગના રજીસ્ટ્રેશન થયા, રજીસ્ટ્રેશનની તારીખ લંબાવાઈ

Share

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં પેટ ડોગ એટલે કે પાળતુ કૂતરાં રાખવા માટે રજિસ્ટ્રેશન ફરજિયાત બનાવાયુ છે.31 માર્ચ સુધી 4437 પેટડોગનું રજિસ્ટ્રેશન કરાયુ છે.શહેરમાં 50 હજારથી વધુ પેટડોગ હોવાનું તંત્રનું અનુમાન છે. આ કારણથી રજિસ્ટ્રેશન માટે એક મહિનો મુદત વધારવામાં આવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ મહાનગર પાલિકાના CNCD વિભાગ દ્વારા 1 એપ્રિલથી શરૂ કરાયેલા પેટ ડોગ રજીસ્ટ્રેશનનો સમય 90 દિવસનો રાખવામાં આવ્યો હતો. 1 એપ્રિલે શરૂ કરાયેલી પ્રક્રિયા 90 દિવસની મુદ્દતે 31 માર્ચ સુધીની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ હવે તે તારીખને લંબાવી 30 એપ્રિલની અંતિમ તારીખ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટની ગાઈડ લાઈન અને એનીમલ બર્થ કંટ્રોલ (ABC) ડોગ રૂલ્સ- 2023 તથા National Action Plan for Dog Mediated Rabies Elimination from India, 2030 (NAPRE), Rabies free Ahmedabad city ની ગાઈડલાઈન અનુસાર શહેરમાં રાખવામાં આવતા પેટ ડોગનું રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે.

અત્યાર સુધીમાં AMCની વેબસાઇટ પર કુલ 4437 પેટ ડોગનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. તંત્રનું માનીએ તો શહેરમાં 50 હજારથી વધુ પેટ ડોગ હોઈ શકે છે આથી જે રીતે રજીસ્ટ્રેશન જોવા મળી રહ્યું છે તે ખૂબ ઓછું જોવા મળી રહ્યું છે. તેના કારણે મુદ્દત લંબાવવામાં આવી છે. પેટ ડોગની રજીસ્ટર થયેલી બ્રિડમાં સૌથી જર્મન શેફર્ડ, લેબ્રાડોર અને સાયબેરીયન હસકી સમાવેશ થાય છે. સાથે પોમેરિયન અને ગોલ્ડન રીટ્રીવિયર જેવી બ્રિડનો પણ સમાવેશ થાય છે. રજીસ્ટ્રેશનની સંખ્યા ઝોનવાઈઝ જોઈએ તો,

ઝોન. રજીસ્ટર થયેલા ડોગ

ઝોન

રજીસ્ટર થયેલા પેટ ડોગ

મધ્ય 146
પૂર્વ 481
ઉત્તર 314
ઉત્તર – પશ્ચિમ 1033
દક્ષિણ 482
દક્ષિણ – પશ્ચિમ 770
પશ્ચિમ 1189

પેટ ડોગ નોંધણી ફી વિશે:

ઓનલાઈન વેબસાઈટના માધ્યમથી જરૂરી વિગતો ભરીને પુરાવા સબમીટ કરી પ્રતિ પાળતુ શ્વાન નોંધણી ફી રૂપિયા 200 ચૂકવવાના રહેશે. જેમાં પેમેન્ટ અને આ પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન રજીસ્ટ્રેશન રહેશે. જો જરૂર જણાય તો જમાલપુર જગન્નાથ મંદિરની સામે સેન્ટ્રલ સ્ટોર વિભાગમાં આવેલા સીએનસીડી વિભાગમાં સુપ્રિટેન્ડેન્ટ અને વેટરનીટી ડોક્ટરનો સંપર્ક કરવાનો રહેશે.

પેટ ડોગ ઓનલાઇન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા:

– અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબ સાઇટ https://ahmedabadcity.gov.in પર જવાનું રહેશે.
– જેમાં important links માં ક્લિક કરતાંની સાથે અજદારનું નામ અને મોબાઈલ નંબર સહિતની વિગતો નાખવાની રહેશે જેથી તરત ઓટીપી માંગવામાં આવશે.
– જેમાં ઓટીપી નાખતાની સાથે જ એક લિંક ખુલશે.
– જેમાં પેટ ડોગના રજીસ્ટ્રેશન પર ક્લિક કરવાનું રહેશે.
– પેટ ડોગના માલિકના નામ મોબાઈલ નંબર, રહેઠાણ, કૂતરાની જાત તેનો પ્રકાર અને તેની ઉંમર સહિતની વિગતો ભરવાની રહેશે.
– જે વિગતો ભર્યા બાદ પેટ ડોગના માલિકે પોતાના ઓળખના પુરાવા પણ જોડવાના રહેશે.

પેટ ડોગનું રજીસ્ટ્રેશન કરવા જરૂરી પુરાવા
– અરજદારનું આધાર કાર્ડ/ચૂંટણી કાર્ડ
– અરજદારનું ટેક્સ બિલ
– અરજદારનું લાઈટ બિલ
– અરજદારનો ફોટોગ્રાફસ
– પેટ ડોગનો ફોટોગ્રાફ્સ
– પેટ ડોગ રાખવાના સ્થળનો ફોટોગ્રાફસ

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles