અમદાવાદ : રાજ્યમાં ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે બેફામ રીતે વધી રહી છે. ત્યારે હાઇકોર્ટેની ટકોર બાદ અમદાવાદ સહિત રાજયભરમાં આડેધડ ટ્રાફિક સામે નિયમભંગ બદલ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે અને તેમાં માત્ર અમદાવાદમાં એક જ સપ્તાહમાં 2.05 કરોડનો ટ્રાફિકદંડ વસુલવામાં આવ્યો હતો.જેમાં અમદાવાદીઓ નિયમ તોડવામાં મોખરે છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદમાં રોડ રસ્તામાં ટ્રાફિક જામ અને અકસ્માતનું પ્રમાણ વધી રહ્યું છે. જેને લઇને હાઇકોર્ટે પણ ટ્રાફિક પોલીસને ટકોર કરી હતી. હાઇકોર્ટેના ટકોર બાદ ટ્રાફિક પોલીસે રોંગ સાઈડ ડ્રાઈવીંગ, સિગ્નલ જમ્પ સહિતના ટ્રાફિક નિયમોના ખુલ્લા ભંગ બદલ હાઈ કોર્ટ દ્વારા પોલીસતંત્રની ઝાટકણી કાઢવામાં આવી રહી છે. અમદાવાદ પોલીસ દ્વારા શહેરભરમાં ટ્રાફિક ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે તેમાં 22 થી 29 જુલાઈના એક જ સપ્તાહમાં 2.05 કરોડના ધરખમ ટ્રાફિક દંડની વસુલાત કરવામાં આવી હતી.
આ ડ્રાઇવ સૌથી વધુ હેલ્મેટ અને રોંગ સાઇડ આવતા વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. જોકે રોંગ સાઇડમાંથી આવતા વાહન લીધે વધુ અકસ્માત થતા હોવાથી ટ્રાફિક વિભાગ દ્વારા રોંગ સાઇડ ડ્રાઇવ મારફતે વાહન ચાલકો વિરુદ્ધ ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરી છે. જો કે બીજી તરફ પોલીસ ટ્રાફિક મેનેજમેન્ટના બદલે દંડ ઉઘરાવવા પર જ ફોકસ કરતી હોવાનો લોકોમાં જબરો ઉહાપોહ સર્જાયો છે.