અમદાવાદ : રિડેવલપમેન્ટની સફળતા માટે તેમાં જાેડાયેલ દરેક પક્ષના ઉદેશ્ય પૂરા થાય તો પ્રોજેક્ટ અને પોલિસી બંને જલ્દી સફળ થાય અને તે માટે નેગેટીવ પ્રીમિયમના ટેન્ડર જાહેર કરવામાં આવે તે ઉત્તમ વિકલ્પ બની શકે છે.
પ્રાપ્ત વિગતો મુજબ, ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા રિડેવલપમેન્ટ માટે અલગ અલગ સોસાયટીઓની ટેન્ડર પ્રક્રિયા કરે છે, જેમાં કેટલાંક ટેન્ડરો પોઝિટીવ પ્રિમિયમ જતા હોય છે, તો કેટલાંક ટેન્ડરો નેગેટીવ પ્રિમિયમમાં આવતા હોય છે.એક જ વિસ્તારમાં રોડની સામસામે આવેલ અલગ અલગ સોસાયટીઓના ટેન્ડરોમાં એકને પોઝિટીવ અને બીજાને નેગેટીવ પ્રિમિયન આવતા ટેન્ડરની પ્રક્રિયા પણ શંકાસ્પદ હોવાનું આગેવાનો માની રહ્યા છે.
સરકારી તિજાેરીને નુકશાન પડે તેની પરવા કર્યા વગર રિડેવલપમેન્ટ પોલીસીમાં વેગ લાવવા માટે જરૂરિયાતમંદ રહીશોને રિડેવલપમેન્ટ થકી નવીન ઘર આપવાનું છે. બિલ્ડરને રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ થકી નાણાકીય લાભ મોટો કમાવો છે અને હયાત લાભાર્થી રહીશને નવા મોટા મકાન સાથે થોડો આર્થિક લાભ ગિફ્ટ મની, ફર્નિચર પેટે કે હાર્ડશિપ કોમ્પેન્સેશન રકમ તરીકે મળી રહેશે.આ દરમિયાન ટેન્ડર પ્રક્રિયાના સંકળાયેલા અને સત્તા ધરાવતા કેટલાક અધિકારીઓને પણ કદાચ પ્રત્યક્ષ પરોક્ષ લાભ મળતો હોઈ શકે છે. જેથી રિડેવલપમેન્ટમાં તમા ટેન્ડરો નેગેટીવ પ્રિમિયમ આવવાથી સર્વે પક્ષોના ઉદેશ્ય પૂર્ણ થાય છે.
આ પોલિસી અનુસંધાને અત્યાર સુધી ભૂતકાળના નેગેટીવ પ્રીમિયમના ટેન્ડરમાં ઉપરોક્ત બધા ઉદેશ્ય સફળ થયેલા લાગે છે. માટે અનુભવે તે સિદ્ધ થાય છે કે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા સમગ્ર ગુજરાતમાં દરેક હાઉસિંગ કોલોનીના ફક્ત અને ફક્ત નેગેટીવ ટેન્ડર જ પાડવા જાેઈએ. જેથી બધા ખુશ થઈ હોંશે હોંશે રિડેવલપમેન્ટમાં જાેડાશે અને જે તે સોસાયટી, શહેર અને રાજ્યનો સુંદર વિકાસ ઝડપી થશે.
દરેક સોસાયટીની ભૌગોલિક પરિસ્થિતિ, રોડ રસ્તા, એફએસઆઈ, જીડીસીઆર નોર્મ્સ મુજબ પ્લાનિંગ કેવું બેસે તે અધિકારીઓ અને ડેવલપર જાણતા જ હોય છે માટે ટેન્ડર પડાવતા પહેલા સોસાયટીએ પોતાની માંગણીઓ સાથે સભ્ય દીઠ રકમ જણાવી દેવી અને અધિકારીઓએ ટેન્ડર બિડ તારીખ પહેલાની પ્રિ બિડ મિટિંગમાં સોસાયટીની માંગણીઓ ચર્ચી લેવી જેથી યોગ્ય બિડ બિલ્ડર કરી શકે અને બધા પક્ષોને યોગ્ય ફાયદો થાય, અથવા બોર્ડ દ્વારા સોસાયટી કેટેગરી મુજબ માંગણીઓ પહેલેથી નક્કી કરી દેવી જાેઈએ જેથી નિર્વિવાદ પ્રોજેક્ટ પુરો થઈ જાય અને બધા ખુશી ખુશી જાેડાયા અને રિડેવલપમેન્ટમાં વેગ આવી શકે છે.
નેગેટીવ પ્રીમિયમ આવતા પોઝિટિવ પ્રીમિયમ અને તેના કારણે થતો કકળાટ દૂર થઈ જાય અને તેને કારણે રિડેવલપમેન્ટમાં જે લોકો ખોટી દલીલો, સાચા ખોટા આક્ષેપો અને કોર્ટ કેસો કરે છે કે નકારાત્મકતા ફેલાવે છે તે બધું દૂર થઈ જશે.