Sunday, May 31, 2026

અમદાવાદ શહેર અને ગ્રામ્ય પોલીસ વચ્ચે સોશિયલ મીડિયામાં પોસ્ટર વોર, હદના વિવાદે પકડ્યું જોર!

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં ભૂતકાળમાં પોલીસ સ્ટેશનની હદનો વિવાદ અનેકવાર ચર્ચાયો છે પરંતુ સોશિયલ મીડિયામાં નહીં, આ કિસ્સો હવે સોશિયલ મીડિયામાં અમદાવાદ પોલીસ અને અમદાવાદ ગ્રામ્ય પોલીસે એક બીજાને હદના મુદ્દે હદ બતાવી છે. ગુજરાતના રાજ્યકક્ષાના ગૃહ પ્રધાને અનેકવાર કહ્યું છે કે, હદનો વિવાદ પછી ઉકેલજો પહેલા સમસ્યા કે ગુનો ઉકેલો. જો કે આ રાજ્યકક્ષાના ગૃહપ્રધાને કહેલી વાતને ઘોળીને પી જતી પોલીસે ટ્રાફિકની સમસ્યા ઉકેલવા જેવી સામાન્ય વાતમાં અમદાવાદ પોલીસ અને અમદાવાદ ગ્રામ્ય પોલીસે સોશિયલ મીડિયા થકી એકબીજાને હદ બતાવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, એક સ્થાનિક જાગૃત નાગરીકે બોપલ, એસજી હાઈવે, એસપી રિંગરોડ પરની ટ્રાફિક સમસ્યાને ફોટા સાથે સોશિયલ મીડિયામાં ઉજાગર કરી હતી. આ બાબતે અમદાવાદ શહેર પોલીસ અને અમદાવાદ ગ્રામ્ય પોલીસે એક બીજાને તમારી હદ કહીને ટ્રાફિક સમસ્યા ઉકેલવામાંથી હાથ ઉધ્ધર કરી દીધા હતા.

બોપલના વકીલ બ્રિજ અને સાઉથ બોપલના શોબો પાસે ટ્રાફિક જામની સ્થિતિને લઈને એક રાહદારીએ સોશિયલ મીડિયા X પર ટ્વીટ કર્યું હતું. ટ્વીટ ના જવાબ પર અમદાવાદ પોલીસે, ગ્રામ્ય પોલીસ હદને લઈ આપ્યો જવાબ. અમદાવાદ ગ્રામ્ય પોલીસે ટ્વીટને રિ ટ્વિટ કરી વળતો જવાબ આપીને કહ્યું કે, ફોટોમાં દેખાતો રોડ બોપલનો રોડ ના હોવાનું જણાવ્યું.

શહેર પોલીસ અને ગ્રામ્ય પોલીસ ટ્રાફિક જામને લઈ ટ્વીટ પર વોર જોવા મળી હતી. ટ્રાફિકની સ્થિતિ મામલે શહેર પોલીસ અને ગ્રામ્ય પોલીસ એક બીજાને જાણ કરી હોવાનું ટ્વીટમાં કહી રહ્યા છે. બોપલના વકિલ બ્રિજ પાસે વાહનચાલકો રોંગ સાઇડ પર આવતા અનેક વખત ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે.

જો અમદાવાદ જેવા શહેરમાં, શહેર અને ગ્રામ્ય પોલીસ હદ માટે એક બીજાને હદ બતાવતા હોય તો ગુજરાતના અન્ય જિલ્લા, તાલુકાના પોલીસ સ્ટેશની હદ વચ્ચે રહેતા નાગરિકોનો કેવો મરો થતો હશે તેની તો કલ્પના જ કરવી પડે ! તેવુ જાગૃત નાગરિકો વચ્ચે ચર્ચાઈ રહ્યું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...