Sunday, February 8, 2026

અમદાવાદમાં ફરી હિટ એન્ડ રન, નબીરાએ રાહદારીને ટક્કર મારીને 10 ફૂટ ઢસડ્યા

spot_img
Share

અમદાવાદ: અમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. 19 એપ્રિલની રાતે સાઉથ બોપલમાં પૂરપાટ ઝડપે જઈ રહેલા કારચાલકે રસ્તા પર ચાલીને જઈ રહેલા બે યુવકને ઉડાવ્યા હતાં. રસ્તા પર ચાલીને જતા બંને યુવકો કારની ટકરે 10 ફૂટ સુધી ઢસડાયા હતા. બોપલ પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જોકે, બંને યુવકને ઈજા થઈ હતી અને હાલમાં બંનેની સ્થિતિ સામાન્ય છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સાઉથ બોપલમાં મેરી ગોલ્ડ એપાર્ટમેન્ટ પાસે રાતના સમયે બે યુવક ચાલીને જઈ રહ્યા હતા, ત્યારે પૂરપાટ ઝડપે આવી રહેલા કારચાલકે બંનેને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. કારની ટક્કર વાગતા બંને યુવક દૂર સુધી ઢસડાયા હતા. અકસ્માત બાદ કારચાલક ત્યાંથી કાર લઈને નાસી ગયો હતો. બનાવની જાણ થતા બોપલ પોલીસે આ અંગે ગુનો નોંધી કારચાલકની શોધખોળ શરૂ કરી છે.

પ્રાથમિક જાણકારી પ્રમાણે અકસ્માતમાં ઈજાગ્રસ્ત થનાર મહારાષ્ટ્રથી એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવ્યા હતા.બંનેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ બંનેની સ્થિતિ સારી છે. બનાવ અંગે બોપલ પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે. ઈજાગ્રસ્તોના પરિવારજનોએ નબીરાને ઝડપી પાડવા માગ કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...