Tuesday, January 13, 2026

અમદાવાદીઓ માટે કામની વાત: IPLની મેચને લઈને મેટ્રો ટ્રેનના સમયમાં મોટા ફેરફાર, આ રહ્યું ટાઈમટેબલ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં રમાનાર IPL મેચ દરમિયાન GMRCનો મોટો નિર્ણય લેવાયો છે. અમદાવાદમાં મેટ્રો ટ્રેનના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. ક્રિકેટ રસિકોને મોટેરા સુધી જવા અને પરત આવવામાં સરળતા રહે તે માટે આ ફેરફાર કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આગામી તા-02-05-2025 અને તા-14-05-2025 ના રોજ યૉજનાર IPL-2025 ની ડે નાઈટ મેચને ધ્યાને રાખીને GMRCએ અમદાવાદમાં મેટ્રો ટ્રેન સેવાઓને સવારના 6:20 વાગ્યાથી મધ્યરાત્રિના 12:30 વાગ્યા સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે.ક્રિકેટ રસિકોને મોટેરા સુધી જવા અને પરત આવવામાં સરળતા રહે તે માટે આ ફેરફાર કરવામાં આવ્યો છે.

અમદાવાદમાં મેટ્રો ટ્રેન સેવાઓની હાલની સમયમર્યાદા સવારે 6:20 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી છે. રાત્રિના 10 વાગ્યાથી મધ્યરાત્રિના 12:30 વાગ્યા સુધીના લંબાયેલ સમય દરમ્યાન માત્ર મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન અને સાબરમતી મેટ્રો સ્ટેશન પરથી મેટ્રોમાં બેસી શકાશે અને ત્યાંથી અમદાવાદ મેટ્રોની બંને કોરિડોર (મોટેરાથી એપીએમસી અને થલતેજ ગામથી વસ્ત્રાલ ગામ) ના કોઈ પણ કાર્યરત મેટ્રો સ્ટેશન પર જઈ શકાશે.

ગાંધીનગર જવા માટે, મોટેરા સ્ટેડિયમથી સેક્ટર-1 સુધી રાત્રે 11.40 કલાકે અને મધ્યરાત્રિના 12.10 કલાકે બે વધારાની ટ્રેન સેવાઓ પૂરી પાડવામાં આવશે. આ ઉપરાંત, જીએમઆરસીએ મેટ્રોના મુસાફરોને મુશ્કેલી ના પડે તે માટે ઉપર દર્શાવેલ IPL મેચોના દિવસોમાં મોટેરા સ્ટેડિયમથી રાત્રે પરત ફરવા, સ્પેશ્યલ પેપર ટિકિટ બહાર પાડેલ છે.

સ્પેશિયલ પેપર ટિકિટની વિશેષતાઓ નીચે મુજબ છે.

1. સ્પેશ્યલ પેપર ટિકિટનું ભાડું પ્રતિ વ્યક્તિ દીઠ 50 રહેશે, જેનો ઉપયોગ લંબાવેલ સમય દરમિયાન મોટેરા સ્ટેડિયમ અને સાબરમતી મેટ્રો સ્ટેશનથી અમદાવાદ મેટ્રોની બંને લાઇન પરના કોઈપણ કાર્યરત મેટ્રો સ્ટેશન સુધી મુસાફરી માટે થઈ શકશે.

2. સ્પેશિયલ પેપર ટિકિટ ઉપરાંત કોન્ટેક્ટલેસ સ્માર્ટ ટોકન્સ, કોન્ટેક્ટલેસ સ્માર્ટ કાર્ડ (GMRC ટ્રાવેલ કાર્ડ અને NCMC કાર્ડ), QR ડિજિટલ ટિકિટ અને QR પેપર ટિકિટ સાથેની એન્ટ્રી પણ રાબેતા મુજબ રાત્રે 10:00 વાગ્યા સુધી નિયમિત ભાડા પર ઉપલબ્ધ રહેશે. કિઓસ્ક, ટોકન વેન્ડિંગ મશીન, ટિકિટ કાઉન્ટર, મોબાઇલ એપ થી અગાઉથી ખરીદેલી ટિકિટ (QR/TOKEN) રાત્રિ ના 10:00 વાગ્યા પછી માન્ય રહેશે નહીં.

3. રાત્રિના 10:00 વાગ્યા પછી મોટેરા સ્ટેડિયમ અને સાબરમતી મેટ્રો સ્ટેશન માં પ્રવેશ કરવા માટે માત્ર સ્પેશ્યલ પેપર ટિકિટ માન્ય રહેશે.

4. સ્પેશ્યલ પેપર ટિકિટ મેચના દિવસ દરમ્યાન નિરાંત ક્રોસ રોડ, એપેરલ પાર્ક, કાલુપુર, ઓલ્ડ હાઇકોર્ટ, થલતેજ, મોટેરા, સાબરમતી, રાણીપ, વાડજ અને જીવરાજ મેટ્રો સ્ટેશનો પરથી અગાઉથી ખરીદી શકાશે, જેથી પરત ફરતી વખતે મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન ખાતે ટિકિટ માટે લાઇનમાં ઉભા રહેવાનું ટાળી શકાય.

5. જાહેર જનતાને નોંધ લેવા નમ્ર વિનંતી છે કે મોટેરા સ્ટેડિયમથી ગાંધીનગર વચ્ચે મેટ્રો ટ્રેન સેવાઓ રાબેતા મુજબ જ રહેશે.

6. ઉપર જણાવેલ તારીખો દરમ્યાન અમદાવાદમાં મેટ્રો ટ્રેન દર 8 મિનિટે ઉપલબ્ધ રહેશે. રાત્રિના 10 વાગ્યાથી મધ્યરાત્રિના 12:30 વાગ્યા સુધીના લંબાયેલ સમય દરમ્યાન માત્ર મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન અને સાબરમતી મેટ્રો સ્ટેશન પરથી દર 6 મિનિટે મેટ્રો ટ્રેન ઉપલબ્ધ રહેશે.

7. મોટેરા મેટ્રો સ્ટેશનથી છેલ્લી ટ્રેનનો ઉપડવાનો સમય મધ્યરાત્રિના 12:30 વાગ્યાનો રહેશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...

અંબાજી શક્તિપીઠમાં ઈતિહાસ બદલાયો: હવે આઠમની મહાપૂજાના દર્શન તમામ ભક્તો કરી શકશે!

અંબાજી : શક્તિપીઠ અંબાજી મંદિરને લઇ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અંબાજી મંદિર સ્થાપના બાદનો અત્યાર સુધીનો સૌથી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે....