Monday, October 12, 2026

સૌથી મોટા સમાચાર, સરકારના તમામ અધિકારીઓ-કર્મચારીઓની રજા રદ, હેડક્વાટર પર હાજર રહેવા આદેશ

spot_img
Share

ગાંધીનગર : પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લેતાં ગુજરાત સરકાર દ્વારા સાવચેતીના ભાગરૂપે કોઇ પણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા માટે સર્વે વિભાગ તથા વિભાગના તાબા હેઠળની તમામ કચેરીઓ (ખાતાના વડા, બોર્ડ/નિગમ, પંચાયત, કોર્પોરેશન, સ્વાયત્ત સંસ્થા, અનુદાનિત સંસ્થાઓ વિગેરે)ના અધિકારી/કર્મચારીઓની બધા પ્રકારની રજાઓ (અનિવાર્ય સંજોગો સિવાયની) તાત્કાલિક અસરથી રદ કરવા તથા રજા ઉપર ગયેલ અધિકારી/કર્મચારીને તાત્કાલિક ફરજ પર હાજર કરવા જણાવવામાં આવ્યું છે.મંજૂરી વગર હેડક્વાર્ટર ન છોડવા પણ સૂચના અપાઈ છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને માહિતી આપી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ અંગે X માધ્યમ દ્વારા જણાવ્યું કે, હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, રાજ્ય સરકારના તમામ વિભાગો અને કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ, તેમજ બોર્ડ, નિગમો, પંચાયતો, મહાનગરપાલિકાઓ, અને સ્વાયત્ત તેમજ અનુદાન-સહાયિત સંસ્થાઓની તમામ પ્રકારની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી છે.સંબંધિત વિભાગો અથવા કચેરીઓના વડાઓને પણ સૂચનાઓ આપવામાં આવી છે કે હાલમાં રજા પર રહેલા અધિકારીઓ અને કર્મચારીઓ તાત્કાલિક અસરથી ફરજ પર હાજર થાય તે સુનિશ્ચિત કરવું. વધુમાં, અધિકારીઓ અને કર્મચારીઓને વિભાગના વડાની પૂર્વ મંજૂરી વિના મુખ્યમથક છોડવા નહીં તેવી સૂચના આપવામાં આવી છે.

આ અગાઉ ગુજરાત પોલીસ બાદ આરોગ્ય વિભાગ અને મહેસુલ વિભાગના કર્મચારીઓ ની રજા રદ્દ કરવા બાબતે સત્તાવાર પરિપત્ર જાહેર કરાયો છે. રજા પર રહેલા તબીબો તથા પેરામેડિકલ સ્ટાફ હેડક્વાર્ટર પરત ફરવા આદેશ કરાયો છે. તેમજ વિભાગના વડાની પૂર્વ મંજૂરી વગર હેડક્વાર્ટર ન છોડવા આદેશ કરાયો. તો બીજી તરફ, એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં આરોગ્યકર્મીઓની રજા કેન્સલ કરાઈ છે. મેડિકલ ઇમરજન્સી માટે તબીબોની ટીમ તૈનાત રહેવા સૂચના અપાઈ. સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય વિભાગના અધિકારીઓની બેઠક મળી છે. જેમાં પૂરતો દવાઓનો જથ્થો, સ્ટાફ સાહિતને માહિતી અપાઈ હતી. સિવિલ હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થામાં પણ વધારો કરાયો છે. ઈમરજન્સી માટે તબીબોની સિવિલ હોસ્પિટલમાં ટીમ તૈયાર કરાઈ છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગિફ્ટ સિટી નજીક મેટ્રો ટ્રાયલ રનમાં ‘બ્રેક’, કેમ અચાનક અટકી કામગીરી?

ગાંધીનગર : GMRC સંચાલિત મેટ્રો રેલ પ્રોજેક્ટના ટ્રાયલ રન દરમિયાન અચાનક એક મોટી ટેકનિકલ ક્ષતિ સર્જાવાની ઘટના સામે આવી છે.શુક્રવારે (નવમી ઓક્ટોમ્બર) સવારે ગાંધીનગરમાં...

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...