અમદાવાદ : દર વર્ષે ગુજરાત પોલીસ દ્વારા પોલીસ પરિવારના બાળકો માટે સમર કેમ્પ યોજાય છે. ઉનાળા વેકેશન દરમિયાન બાળકોમાં કૌશલ્યનો વિકાસ થાય તે હેતુથી આયોજન કરવામાં આવે છે. અમદાવાદ શહેરની 15 પોલીસ લાઇન ખાતે સમર કેમ્પનું આયોજન કરાયું છે. સમર કેમ્પમાં ગત વર્ષે 600 બાળકોએ ભાગ લીધો હતો.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ઉનાળાના વેકેશન દરમિયાન બાળકોમાં કૌશલ્યનો વિકાસ થાય તે હેતુથી શહેર પોલીસ દ્વારા સમર કેમ્પ યોજવામાં આવે છે. સતત બીજા વર્ષે પણ શહેરની 15 પોલીસ લાઈન ખાતે સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સમર કેમ્પમાં ગત વર્ષે 600 બાળકોએ ભાગ લીધો હતો, આ સમય કેમ્પમાં બાળકોને સેલ્ફ ડિફેન્સ, ડ્રોઈંગ, યોગા, ડાન્સ સહિતની પ્રવૃતિ શીખવવામાં આવે છે, આ વખતે ઓઢવ પોલીસ લાઇન ખાતે યોજાયેલા સમર કેમ્પની પોલીસ કમિશનર જી.એસ. મલિકે મુલાકાત લીધી હતી.
અમદાવાદના ઓઢવ ખાતે યોજાયેલ સમર કેમ્પના બાળકો સાથે CP જી.એસ મલિકે હળવી પળો વિતાવી હતી. બાળકો દ્વારા કરવામાં આવેલ આર્ટ નિહાળી તેમને પ્રોત્સાહન આપ્યું હતું. બાળકોએ પોલીસ કમિશનરનો આભાર માન્યો હતો. પોલીસ કમિશનર જી.એસ. મલિકની સાથે સેક્ટર 2 જેસીપી જયપાલસિંહ રાઠોડ, ઝોન 5 ડીસીપી બળદેવ દેસાઈ, એસીપી કુણાલ દેસાઈ સહિતનાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.


