Monday, September 21, 2026

સોલા બ્રિજ પર અકસ્માતમાં મોટો ખુલાસો, મર્સિડીઝથી હિટ એન્ડ રન કરનારો ‘પોલીસ પુત્ર’ નીકળ્યો

spot_img
Share

અમદાવાદ : સોલા બ્રિજ પર અકસ્માતના કેસ મામલે પોલીસે મર્સિડીઝ કાર ચાલકની ધરપકડ કરી છે. આરોપીની પ્રાથમિક તપાસ કરવામાં આવતા તે પોલીસ પુત્ર હોવાનું ખુલવા પામ્યું છે. મહત્વનું છે કે આરોપી હિટાચી મશીનનો ધંધો કરે છે અને ધોળકાનો રહેવાસી છે. તેના પિતા અમદાવાદ ગ્રામ્ય પોલીસમાં ફરજ બજાવતા હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આરોપી જ્યારે નાસ્તા માટે જતો હતો. આ દરમ્યાન હેબતપુર બ્રિજ ઉપર થયેલા અકસ્માત જોવા ઉમટેલા ટોળાને તથા એક્ટિવાએ અડફેટે લીધુ હતું અને ભાગી છૂટ્યો હતો. પોલીસ તપાસની કાર્યવાહી સામે સવાલો ઉઠી રહ્યા છે, ત્યારે આરોપી યુવકની પોલીસે ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના સોલા બ્રિજ પર પેલેડિયમ મોલ પાસે આવેલા ઓવરબ્રિજ પર 14 મે રાત્રિના સમયે વેજલપુર વિસ્તારમાં રહેતા રાહુલ ભાટિયા નામનો યુવક પોતાના વાહન પર જઈ રહ્યો હતો ત્યારે અચાનક એક ફુલ સ્પીડમાં મર્સિડીઝ કાર ત્યાં આવી અને તેણે રાહુલના વાહનને અડફેટે લેતાં તે ફંગોળાયો હતો અને તેને ગંભીર ઈજા થઈ હતી. એટલું જ નહીં, અકસ્માત બાદ ઈજા પામનારી વ્યક્તિને મદદ કરવાને બદલે કારચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

પોલીસ તપાસમાં 14 મે 2025ના રોજ મર્સિડીઝ કારથી હિટ એન્ડ રન કરનારો પોલીસ કોન્સ્ટેબલનો પુત્ર હોવાનું બહાર આવ્યું છે. આ અકસ્માતમાં રાહુલ ભાટીયા નામના ફૂટબોલરને ગંભીર ઈજા પહોંચી હતી. હાલમાં તે ICUમાં સારવાર હેઠળ છે. હીટ એન્ડ રન કરનારી આ મર્સિડીઝ કોઈ બીજાની નહીં, એટલે કે પૈસાદાર ઘરના વ્યક્તિની નહીં, પણ એક કોન્સ્ટેબલના દીકરા વિજય વાઘજીભાઈ રબારીની હોવાનું સામે આવ્યું છે. આ પોલીસ પુત્રને હવે આઠ દિવસની ધીમી તપાસ બાદ ટ્રાફિક- પોલીસે પકડ્યો છે.

પોલીસ એક સપ્તાહ સુધી આ સમગ્ર કેસની તપાસ કરી હોવાનો દાવો કરી રહી છે. બીજી તરફ ઇજાગ્રસ્ત હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે ત્યારે આરોપી કોણ છે એ શોધવામાં જ પોલીસને આટલો સમય લાગી ગયો છે.સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, આરોપીનું નામ વિજય વાઘજીભાઈ રબારી હોવાનું સામે આવ્યું છે અને વિજયના પિતા મૂળ અમદાવાદ જિલ્લા પોલીસમાં પોલીસ કર્મચારી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...