Sunday, September 20, 2026

અમદાવાદમાં મેઘરાજાની કડાકા ભડાકા સાથે તોફાની બેટિંગ, નીચાણવાળા વિસ્તારો પાણી-પાણી

spot_img
Share

અમદાવાદ : ગુજરાતમાં ચોમાસાની વિધિસર શરૂઆત થઈ ગઈ છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને ધમરોળ્યા બાદ મોડી સાંજે અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. શહેરમાં અડધા કલાકમાં અંદાજે એકથી દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે. નારણપુરા, ગોતા, મણિનગર, નવરંગપુરા, નિકોલ, પાલડી સહિતના વિસ્તારમાં એક ઇંચ જ્યારે ચાંદખેડામાં અંદાજે દોઢ ઇંચ વરસાદ પડતા રોડ પર પાણી ભરાયા છે. ભારે વરસાદના કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતા વાહનચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદમાં ભારે ગરમી અને ભારે પવન બાદ વરસાદ ખાબક્યો છે. અમદાવાદમાં બપોર બાદ ભારે પવન ફૂંકાવા લાગ્યો હતો અને સમી સાંજે ભારે વરસાદની શરૂઆત થઈ હતી. મળતી માહિતી મુજબ, અમદાવાદ શહેરના નારણપુરા, ગોતા, મણિનગર, નવરંગપુરા, નિકોલ, પાલડી સહિત વિસ્તારોમાં ગાજ વીજ સાથે વરસાદ ખાબક્યો છે,

આ ઉપરાંત શહેરના SG હાઈવે સેટેલાઈટ, બોપલ, આંબલી, શેલા, સરખેજ સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થઈ રહ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં કડાકા અને ભડાકા સાથે વરસાદ થઈ રહ્યો છે. જોધપુર, શાસ્ત્રીનગર, વેજલપુર, થલતેજ, સેટેલાઈટ, ઓઢવા વગેરેમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, અન્ડરગ્રાઉન્ડ પાર્કિંગ, અન્ડરપાસ રસ્તાઓમાં પણ પાણી ભરતા પરિવહન વ્યવસ્થા પર પણ અસર પડી છે.

અમદાવાદમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. દિવસભર વાદળછાયું વાતાવરણ રહ્યું હતું અને ત્યારબાદ ઝરમર વરસાદ બાદ મોડી સાંજે મેઘરાજાએ ગાજવીજ સાથે તોફાની બેટિંગ કરી હતી. મોડી સાંજે શરૂ થયેલો વરસાદ શરૂ થતાં ઓફિસથી ઘરે જતા લોકો અટવાયા હતા. શહેરના નીચાણવાળા મોટાભાગના વિસ્તારો પાણી-પાણી થઇ ગયા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...