31.4 C
Gujarat
Tuesday, July 8, 2025

અમદાવાદમાં બોક્સ ક્રિકેટ પર નિયમો, AMCએ તૈયાર કરી ડ્રાફ્ટ પોલિસી, જાણો ક્યારથી લાગુ થશે ન્યૂ પોલિસી

Share

અમદાવાદ : અમદાવાદમાં બોક્સ ક્રિકેટ અને પિકલ બોલનો ક્રેઝ દિવસે દિવસે વધી રહ્યો છે, પરંતુ આ રમતોની સલામતી અને નિયમનનો અભાવ ગંભીર ચિંતાનો વિષય બન્યો હતો. તાજેતરમાં સુરતના કતારગામ વિસ્તારમાં ભારે વરસાદ અને પવનને કારણે બોક્સ ક્રિકેટનું શેડ ધરાશાયી થયું, જેમાં એક યુવક ઘાયલ થયો હતો. આ ઘટનાએ બોક્સ ક્રિકેટની સલામતી અંગે સવાલો ઉભા કર્યા, જેના પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)એ બોક્સ ક્રિકેટ અને પિકલ બોલ માટે પ્રથમ વખત નિયમો ઘડવાની પહેલ કરી છે. AMCએ આ માટે ડ્રાફ્ટ પોલિસી તૈયાર કરી છે, જેના પર જનતાના વાંધા-સૂચનો મગાવવામાં આવ્યા છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલી ડ્રાફ્ટ પોલિસી મુજબ અમુક શરતોનું પાલન બોક્સ ક્રિકેટ અને પિકલ બોક્સ સહિતની નેટ કવર્ડ એક્ટિવિટીની મંજૂરી મેળવનારા સંચાલકો દ્વારા કરવાનું રહેશે. પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવેલ એનઓસી અને લાઇસન્સ મુજબના સમયગાળા દરમિયાન તેનો ઉપયોગ કરી શકશે. કાયમી બાંધકામ કે સ્ટ્રક્ચર ઊભું કરી શકાશે નહીં. નિયમો અને શરતોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. પાર્કિંગની પૂરતી વ્યવસ્થા રાખવાની રહેશે પ્લોટની 50 મીટર આજુબાજુ ટ્રાફિકનું ચુસ્તપણે પાલન થાય તેનું ધ્યાન રાખવાનું રહેશે જેના માટે સિક્યુરિટી ગાર્ડ સહિતની વ્યવસ્થા પણ સંચાલક દ્વારા કરવાની રહેશે. આજુબાજુના રહીશો અને રાહદારીઓ તેમજ જાહેર ટ્રાફિકને અડચણરૂપ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે. જાહેર સુરક્ષા અને સલામતીના ભાગરૂપે ગમે ત્યારે બોક્સ ક્રિકેટનો પરવાનો રદ કરવાની સત્તા મ્યુનિસિપલ કમિશનરને રહેશે.

બોક્સ ક્રિકેટ અને પિકલ બોક્સ સહિતની સ્પોર્ટ્સ એક્ટિવિટી માટે વન ટાઈમ લાયસન્સ ફી ભરવાની રહેશે. અગાઉ મંજુરી મેળવી ઉભા કરવામાં આવતા નેટ કવર્ડ સ્પોર્ટસ એક્ટિવિટી એરીયા માટે અને વર્તમાનમાં વપરાશ ચાલુ હોય તેવા એક્ટિવિટી એરિયાની SOP પ્રસિધ્ધ થયાના 30 દિવસમાં અરજી કરવામાં આવેલી હોય તેવા કિસ્સા માટે પ્રતિ ચો. મીટર રૂ. 100 રહેશે. જયારે પૂર્વ મંજુરી મેળવ્યા સિવાય ઉભા કરવામાં આવતા નેટ કવર્ડ સ્પોર્ટસ એક્ટીવીટી એરીયા (સેનેટરી પ્રોવિઝન તથા ફુડ સ્ટોલના એરીયા સાથેનો) માટે પ્રતિ ચોરસ મીટર રૂ. 200 લેખે લાયસન્સ ફી ચૂકવવાની રહેશે. આ લાયસન્સ ફી માં દર ત્રણ વર્ષે 5 ટકાનો વધારો સૂચવવામાં આવ્યો છે. ફીનાં ધોરણોમાં વધારા/ ફેરફાર કરવાની સત્તા મ્યુનિસિપલ કમિશનરની રહેશે. સમયાનુસાર ઉક્ત ઉપરોક્ત વન ટાઈમ લાયસન્સ ફીની રકમ નિર્ધારિત કરેલ બજેટ હેડમાં જમા લેવાશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નગર વિકાસ ખાતા દ્વારા બોક્સ ક્રિકેટ, પિકલ બોલ અને તે પ્રકારની નેટ કવર્ડ સ્પોર્ટસ એક્ટિવિટી અંગે ડ્રાફ્ટ પોલિસી તૈયાર કરવામાં આવી છે. જે મુજબ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રજીસ્ટર્ડ થયેલા એન્જિનિયર અથવા ક્લાર્ક ઓફ વર્કસ તથા સ્ટ્રક્ચરલ એન્જીનિયરની નિમણુંક કરી પોલીસ અને ફાયર NOC, પ્રોપર્ટી કોમર્શિયલ માટે બિનખેતી પરમીશન સહિત અલગ અલગ પ્રકારના પુરાવા સાથે લાઇસન્સ અને મંજૂરીઓ મેળવવા માટે અરજી કરી લાયસન્સ મેળવવાનું રહેશે.

ક્રિકેટ બોક્સ અને પિકલ બોલ માટે બાંધકામના નિયમો

  • 12 મીટર કે તેથી વધુ પહોળાઈના રસ્તા પર પરવાનગી મળવાપાત્ર રહેશે.
  • 500 ચોરસ મીટરથી વધુ ક્ષેત્રફળવાળા પ્લોટમાં પરવાનગી મળવાપાત્ર રહેશે.
  • પિકલ બોલ/ ક્રિકેટ બોક્સ તેમજ એ પ્રકારના નેટ કવર્ડ સ્ટ્રક્ચરની મહત્તમ ઊંચાઈ 12 મીટર મળવાપાત્ર રહેશે.
  • રોડ સાઈડ માર્જિન મિનિમમ 6 મીટર મુજબ તથા મિનિમમ સાઇડ માર્જિન 3.00 મીટર રાખવાનું રહેશે.
  • સરકારી તથા અર્ધસરકારી તથા ટી.પી.રોડ રસ્તા પૈકીની જગ્યામાં કોઈપણ પ્રકારનું બાંધકામ કે ઉપયોગ સૂચવી/ દર્શાવી શકાશે નહીં.
  • નેટ કવર્ડ એરિયા, સ્ટોર, સેનિટરી પ્રોવિઝન તથા અન્ય કોઈપણ પ્રકારના સ્ટ્રક્ચરની ફરતે યોગ્ય રીતે ખુલ્લી જગ્યા રાખવાની રહેશે.
  • ખુલ્લી જગ્યામાં કોઈપણ પ્રકારનું સ્ટ્રક્ચર, પાર્કિંગ વ્યવસ્થા કે અન્ય કોઇપણ પ્રકારનો અવરોધ ન થાય એ મુજબ આયોજન કરવાનું રહેશે.
  • કુલ પ્લોટ એરિયાના મિનિમમ 50 ટકા પાર્કિંગ મૂકવાનું રહેશે.
  • પ્લોટની હદ ઉપર મિનિમમ 3 મીટર ઊંચાઈના યોગ્ય મજબૂતાઈ ધરાવતા બેરિકેડ્સ (પતરાં) લગાવવાનાં રહેશે.
  • ટેમ્પરરી નેટ કવર્ડ સ્પોર્ટસ એક્ટિવિટીના ગ્રાઉન્ડ કવરેજના પ્રતિ 100 ચો.મી.દીઠ મહિલા અને પુરુષ માટે અલગ ટોઇલેટ/વોટર ક્લોસેટ તથા યુરિનલનું પ્રોવિઝન કરવાનું રહેશે.
  • નેટથી કવર્ડ કરેલા એરિયામાં સહેલાઇથી અવરજવર થઇ શકે એ મુજબ નેટ કવર્ડ સ્ટ્રક્ચરની દરેક બાજુએ 2.20 મી. (ઊંચાઈ) X 1.20 મી. (પહોળાઈ)ની ઓછામાં ઓછી એક એન્ટ્રી તથા એક એક્ઝિટ સ્પેસ રાખવાની રહેશે.
  • નેટથી કવર્ડ સ્પોર્ટ્સ એરિયાનો વપરાશકર્તાઓ માટેનો જ ટેમ્પરરી સ્ટ્રકચરનો મહત્તમ L x B = 3.0 મી. X 3.0 મી. નો સ્ટોર/ સ્ટોલ મળવાપાત્ર રહેશે.
  • જરૂરી તમામ સાઈનેજીસ રાખવાના રહેશે.(દા.ત. એન્ટ્રી, એક્ઝિટ, વોશરૂમ, ફાયર ઈક્વિપમેન્ટ, પાર્કિંગ વિગેરે)
  • કોઇપણ કાયમી/ પાકા સ્ટ્રક્ચરનું બાંધકામ મળવાપાત્ર રહેશે નહિ.
  • જરૂરી એન.ઓ.સી./કંટ્રોલ લાઇન દર્શાવવાની રહેશે.
  • એન્ટ્રી/ એક્ઝિટ સાથે સમગ્ર પ્રિમાઈસીસને આવરી લે એ રીતે જરૂરી હોય એ મુજબ/પોલીસ વિભાગ સૂચવે એ મુજબના હાઈ રિઝોલ્યુશન સી.સી.ટી.વી. કેમેરા ઇન્સ્ટોલ કરવાના રહેશે.
  • જે અંગે જરૂર હોય એ મુજબ કન્ટ્રોલ રૂમ ક્રમ ઓફિસ મહત્તમ L x 8 = 3.00 મી. X 3,00 મી. ની સાઈઝની મંજૂરીપાત્ર રહેશે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles