29.4 C
Gujarat
Wednesday, July 9, 2025

નિર્ણયનગરની આ સ્કૂલ ખાતે 238 શિક્ષકોને નિમણુંકપત્રો એનાયત કરવાનો કાર્યક્રમ યોજાયો

Share

અમદાવાદ : ગુજરાત રાજ્ય શૈક્ષણિક ભરતી સમિતિ તથા નિયામક શાળાઓની કચેરી ગાંધીનગર દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક શાળાઓમાં શૈક્ષણિક સ્ટાફ ભરતી પસંદગી સમિતિ દ્વારા રાજ્ય સરકાર દ્વારા તબક્કાવાર ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે તે અન્વયે તારીખ 8/7/2025 ના રોજ અમદાવાદ જિલ્લાની અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કુલ 238 શિક્ષણ સહાયકો ફળવાયા હતા,જેમને એક જ સ્થળે નિમણુંકપત્રો આપવા માટે નિમણુંકપત્રો એનાયત કાર્યક્રમ શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ નિર્ણયનગર ખાતે યોજાયો ગયો.

પ્રાપ્ત વિગતો મુજબ, અમદાવાદ ગ્રામ્ય જિલ્લાની વિવિધ સ્કૂલોમાં ફડવાયેલા 238 ઉમેદવારોને સાબરમતી વિધાનસભાના માનનીય ધારાસભ્ય ડો. હર્ષદભાઈ પટેલ સાહેબની ઉપસ્થિતિમાં નિમણુંકપત્રો એનાયત કરવામાં આવ્યા આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન દિગ્પાલસિંહ ચુડાસમા, બાંધકામ સમિતિના ચેરમેન ઇશ્વરભાઇ મકવાણા, રાજ્ય શાળા સંચાલક મંડળના તેમજ ભરતી સમિતિના સભ્ય મનુભાઈ રાવલ, માધ્યમિક શિક્ષણ બોર્ડ સદસ્ય તેમજ ભરતી સમિતિના બોર્ડ સદસ્ય ડો.જે.વી. પટેલ, બોર્ડ સદસ્ય પુરુષોત્તમભાઈ સોનારા, અમદાવાદ જિલ્લા શિક્ષણવિદ ગુણવંતભાઈ પટેલ, અમદાવાદ જિલ્લા સંકલન સમિતિના અધ્યક્ષ માણેક ભાઈ પટેલ તથા અન્ય મહાનુભવો જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના શિક્ષણ નિરિક્ષકો વગેરે ઉપસ્થિત રહેલા મહાનુભવો દ્વારા ઉમેદવારો અને નિમણુંકપત્રો એનાયત કરાયા હતા.

આ પ્રસંગે સાબરમતી વિધાનસભાના ધારાસભ્ય ડો.હર્ષદભાઈ પટેલ, જિલ્લા શિક્ષણાધિકારી કૃપાબેન જહા દ્વારા નવનિયુક્ત શિક્ષકોને અભિનંદન પાઠવી તેઓને ફરજો તથા શિક્ષક તરીકે તેઓની ગરિમા સાધારણ કભી શિક્ષક નહીં હોતા તેવી વાત કરી પ્રેરિત કરવામાં આવ્યા અન્ય ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ડો.જે.વી પટેલ અને મનુભાઈ રાવલ દ્વારા શિક્ષકોને શુભેચ્છાઓ અને આશિર્વચનો આપવામાં આવ્યા.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles