Sunday, September 20, 2026

અમદાવાદમાં સ્કૂલ વિદ્યાર્થીની હત્યા બાદ શિક્ષણ વિભાગ એક્શન મોડમાં, તમામ શાળાઓમાં શિસ્ત સમિતિ ફરજીયાત

spot_img
Share

અમદાવાદ : શહેરના મણિનગર વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. બીજી તરફ અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી પણ એક્શનમાં આવી છે. શહેરની તમામ શાળાના આચાર્યોને દરેક શાળામાં શિસ્ત સમિતિની રચના કરવાના આદેશ આપ્યા છે. શાળાના વિદ્યાર્થીઓ સ્વયં શિસ્ત તરફ પ્રેરાય તેવા પ્રયાસો શાળા કક્ષાએ કરવા કડક સૂચના આપવામાં આવી છે. સ્કૂલના દરેક ⁠વર્ગમાં શિક્ષક દ્વારા સમયાંતરે વિદ્યાર્થીઓની સ્કૂલ બેગની ચકાસણી કરવાના પણ આદેશ કરાયા છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદમાં સ્કૂલ વિદ્યાર્થીની હત્યા બાદ જિલ્લા શિક્ષણ અધિકારી એક્શનમાં આવ્યા છે અને આવી ઘટના અન્ય કોઈ શાળામાં ન બને તેના ભાગરૂપે દરેક શાળામાં શિસ્ત સમિતિની રચના કરવાના આદેશ કરવામાં આવ્યા છે. ⁠શિસ્ત સમિતિ વિદ્યાર્થીઓની સલામતી અને શિસ્ત વિષયક કાર્યો કરશે. આદેશમાં જણાવવામાં આવ્યું છે કે શાળા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યાને ધ્યાને રાખીને સમિતિના સભ્યો નક્કી કરવા. શાળાના વિદ્યાર્થીઓ સ્વયં શિસ્ત તરફ પ્રેરાય તેવા પ્રયાસો શાળા કક્ષાએ કરવા. ⁠શાળાના દરેક વિદ્યાર્થીઓને શિસ્ત સમિતિના કાર્યોથી અવગત કરવા. ⁠શાળા કક્ષાએ શિસ્ત સમિતિના સભ્યોની વિગતો બુલેટિન બોર્ડ પર રાખવી. ⁠વર્ગમાં શિક્ષક દ્વારા સમયાંતરે વિદ્યાર્થીઓની સ્કૂલ બેગની ચકાસણી કરવી તેવા પણ આદેશ આપવામાં આવ્યા છે.

સેવન્થ ડે સ્કૂલની બહાર એક વિદ્યાર્થીએ અન્ય એક વિદ્યાર્થીની ચાકુ મારી હત્યા કરવાનું મામલો સામે આવ્યા બાદ મોટો વિવાદ થયો છે. છેલ્લા ત્રણ દિવસથી શાળામાં આ મામલે આંદોલન કરવામાં આવી રહ્યું છે. વાલીઓ અને અલગ અલગ સંગઠનો દ્વારા શાળામાં તોડફોડ અને શાળાના સ્ટાફ સાથે મારપીટ કર્યાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા.

આંદોલનકારીઓ દ્વારા વિદ્યાર્થીની નીચે ઘટના બની છે તે મામલામાં સ્કૂલ સંચાલકોને પણ દોષિત ઠેરવ્યા છે અને સ્કૂલના પ્રિન્સિપાલ અને સંચાલક સામે પોલીસ ફરિયાદ કરવાની માંગ કરવામાં આવી રહી છે. જેને લઈને છેલ્લા બે દિવસથી શાળામાં હંગામો કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ આ ઘટના શિક્ષણ અધિકારીની કચેરીથી છુપાવવા બદલ સ્કૂલને નોટિસ તો પાઠવવામાં આવી છે સાથે જ અલગ અલગ તપાસ પણ સ્કૂલ સામે કરવામાં આવી રહી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...