Sunday, September 20, 2026

વિધાર્થીઓ આનંદો ! ગુજરાત યુનિવર્સિટીનો મહત્વનો નિર્ણય, વિદ્યાર્થીઓ આ ડિગ્રી ઓનલાઇન લઈ શકશે

spot_img
Share

અમદાવાદ : ટેક્નોલોજીના યુગમાં રાજ્યની સૌથી મોટી યુનિવર્સિટી એવી ગુજરાત યુનિવર્સિટીએ પણ ઑનલાઇન અભ્યાસ શરૂ કર્યો છે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે હવે ત્રણ સ્નાતક અને ત્રણ અનુસ્નાતક અભ્યાસક્રમોનો અભ્યાસ ઓનલાઈન કરી શકાશે. આ ઉપરાંત, ભારતીય જ્ઞાન પરંપરા (IKS) વિષયના ઓનલાઈન ક્લાસ વિનામૂલ્યે ચલાવવામાં આવશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગુજરાત યુનિવર્સિટી દ્વારા યુજીસી-માન્યતા પ્રાપ્ત છ અભ્યાસક્રમોને સંપૂર્ણ ઓનલાઈન માધ્યમથી ચલાવવાની મંજૂરી આપવામાં આવી છે. જેમાં સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં BA in English, B Com General, અને BCAનો, જ્યારે અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં MA in English, M Com General, અને M Sc in Mathematicsનો સમાવેશ થાય છે.

આ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની અરજીઓ આજથી જ શરૂ થઈ ગઈ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 7 ઓક્ટોબર, 2025 છે. આ અભ્યાસક્રમોમાં પ્રવેશથી લઈને પરીક્ષા સુધીની તમામ પ્રક્રિયાઓ ઓનલાઈન જ રહેશે. વિદ્યાર્થીઓ તેમના સ્માર્ટફોન, ટેબ્લેટ, લેપટોપ અથવા કમ્પ્યુટર જેવા કોઈપણ ઉપકરણથી આ અભ્યાસક્રમોમાં જોડાઈ શકે છે.

ગુજરાત યુનિવર્સિટીમાં કોઈ પણ વિદ્યાર્થી દુનિયાના કોઈપણ ખૂણેથી અભ્યાસ કરી શકે અને ઓનલાઈન પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા યુનિવર્સિટીમાં ગોઠવાઈ રહી હતી. આખરે ગુજરાત યુનિવર્સિટીએ ઓનલાઈન અભ્યાસક્રમ શરૂ કર્યો છે.વિદ્યાર્થીઓ આગામી સાતમી ઓક્ટોબર સુધી આવેદન કરી શકશે.

ઉપરાંત ભારતીય જ્ઞાન પરંપરાના ક્લાસ વિનામૂલ્યે ઓનલાઇન ચલાવશે. જેમાં સેમેસ્ટર એક અને ત્રણ ના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે અભ્યાસ કરાવાશે. એટલે કે ગુજરાત યુનિવર્સિટી વિશ્વની પ્રથમ યુનિ જે વિદ્યાર્થીઓને વિનામૂલ્યે અભ્યાસ કરાવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...