Wednesday, February 11, 2026

અમદાવાદમાં આયુષ્માન કાર્ડ માટે નકલી આવકના દાખલા બનાવવાનું કૌભાંડ ઝડપાયું, બે આરોપીની ધરપકડ

spot_img
Share

અમદાવાદ : ભારત સરકારના આયુષ્માન કાર્ડ કઢાવવા માટે જરૂરી આવકના દાખલા બનાવી આપવાના મસમોટા કૌભાંડનો રામોલ પોલીસે પર્દાફાશ કર્યો છે. જેને લઈ ભારે ચકચાર મચી જવા પામી છે. વસ્ત્રાલમાં દુકાન ભાડેથી રાખીને ટોળકીના બે શખ્સો આ કૌભાંડ ચલાવતા હતા. રામોલ પોલીસે દુકાનમાં દરોડા પાડીને બે આરોપીને રૂ.1 લાખની મત્તાના મુદ્દામાલ સાથે ધરપકડ કરીને ગુનામાં સંડોવાયેલા ફરાર એક આરોપીને શોધવા માટેની કવાયત હાથ ધરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, મળતી માહિતી મુજબ વસ્ત્રાલ ગ્રામ પંચાયત પાસે આવેલી હેતાંશી ઓનલાઈન દુકાનમાં રૂપિયા લઈને ભારત સરકારના આયુષ્માન કાર્ડ માટે આવકના ખોટા દાખલ બનાવી આપીને આયુષ્માન કાર્ડ કાઢી આપવામાં આવતી હોવા અંગેની બાતમી મળતા રામોલ પીઆઇ વી.ડી.મોરી અને સ્ટાફ દ્વારા દુકાનમાં દરોડા પાડીને દુકાન માલિક ધીરજ રાજપૂત (ઉ.33 રહે, વસ્ત્રાલ)ની ધરપકડ કરી હતી.

આરોપીની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, છેલ્લા બે વર્ષથી તે અને તેનો મિત્ર કિશોરભાઈ ડુંગાજી પ્રજાપતિ( રહે,ઓઢવ) સાથે મળીને ભાગીદારીમાં બે વર્ષ પહેલા દુકાન ચાલુ કરી હતી. તેઓ આયુષ્યમાન કાર્ડ કાઢી આપવાની કામગીરી કરતા હતા. પરંતુ તેમની પાસે આવતા લોકો પૈકી ઘણાંની આવક રૂપિયા ચાર લાખ કરતા વધારે હોવાથી આયુષ્માન કાર્ડ કાઢવું અશક્ય બનતુ હતુ.

આથી ધીરજભાઈ અને કિશોરભાઈ આવા લોકોને ખોટા આવકના દાખલા બનાવી આપવાની શરૂઆત કરી હતી. ત્યારે આ સમગ્ર મામલે રામોલ પોલીસે ધીરજ જીતેન્દ્રભાઈ રાજપૂત (ઉ.34 રહે,અર્પણ બંગ્લોઝ રામોલ-વસ્ત્રાલ) કિશોરભાઈ ડુંગાજી પ્રજાપતિ (રહે,ઓઢવ)ની ધરપકડ કરીને ફરાર દીપક આહિર (રહે,સૂરત)ની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...