અમદાવાદ : અમદાવાદમાં 9 સપ્ટેમ્બરના રોજ સવારે એક મોટી દુર્ઘટના થતાં રહી ગઈ છે. S.G હાઇવે પર YMCA ક્લબ પાસે નિર્માણાધીન બ્રિજનો એંગલ અચાનક તૂટી પડ્યો હતો. ઘટના સવારે લગભગ 9.45 વાગ્યાની આસપાસ બની હતી. સવારના પિક અવર્સમાં આ ઘટના બનતા રસ્તા પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો અને લોકોમાં ભયનો માહોલ ઉભો થયો હતો.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના એસ.જી. હાઇવે પર મંગળવારે સવારે 9:45 વાગ્યાની આસપાસ એક ગંભીર દુર્ઘટના ઘટી હતી. નિર્માણાધીન બ્રિજનો એક એંગલ અચાનક તૂટી પડતા આ ઘટનામાં બે વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ દુર્ઘટનાને કારણે હાઇવે પર અડધો કલાક સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી જેના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
અમદાવાદના મોટા મોટા રસ્તાઓ પર બ્રિજના નિર્માણ કાર્ય ચાલુ હોવાને કારણે ટ્રાફિકની સમસ્યામાં પણ વધી રહી છે. ત્યારે આવી દુર્ઘટના થતાં લોકોની ચિંતા વધી રહી છે.એસ.જી.હાઇવે પર ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે બ્રિજનું કામ પૂર જોશમાં ચાલી રહ્યું છે. કર્ણાવતી ક્લબથી YMCA ક્લબ સુધીનો એક તરફનો રસ્તો છ મહિના માટે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે.


