Wednesday, April 15, 2026

મોંઘવારીનો વધુ એક માર, વાહનોનું PUC કઢાવવું હવે મોંઘું થશે ! ટુ-વ્હીલર, ફોર-વ્હીલરના નવા ભાવ જાહેર

spot_img
Share

ગાંધીનગર : ગુજરાત સરકારે વાહનો માટે પીયુસીના દરમાં વધારો કર્યો છે. વાહનો માટે ફરજિયાત પોલ્યુશન અન્ડર કંટ્રોલ સર્ટિફિકેટ (પીયુસી) મેળવવા હવે વાહન માલિકોને વધુ ખર્ચ સહન કરવો પડશે. રાજ્યમાં PUC કઢાવવા જુદા જુદા ટુ વ્હીલરથી માંડીને ભારે વાહનોના દરમાં 10 રૂપિયાથી લઈને 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. રાજ્યમાં કાર્યરત આશરે 2000 પીયુસી સેન્ટરોમાં હવે નવા દરનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગુજરાત સરકારના વાહનવ્યવહાર વિભાગ દ્વારા પીયુસીના દરમાં વધારો કરવા અંગે સત્તાવાર નોટિફિકેશન જાહેર કરી દેવાયું છે. જેમાં ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર, કાર તેમજ ડીઝલ અને હેવી મોટર વાહનો માટે પીયુસીના નવા દર નક્કી કરવામાં આવ્યા છે. વિભાગે સ્પષ્ટ સૂચના આપી છે કે પીયુસી સેન્ટરના સંચાલકો નિયત ફી સિવાય એક પણ રૂપિયા વધારાના વસૂલ કરી શકશે નહીં. નિયમ ભંગ થવાના કેસમાં આરટીઓ કચેરી દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.

સૂત્રોના કહેવા મુજબ નવા દર મુજબ ટુ-વ્હીલર માટે અગાઉ 30 વસૂલવામાં આવતા હતા, જેમાં 20નો વધારો કરીને હવે 50 લેવામાં આવશે. થ્રી-વ્હીલર માટે જૂનો દર 50 હતો, જે હવે 10 વધારીને 60 કરવામાં આવ્યો છે. કાર માટે અગાઉ 80 ફી હતી, જેમાં સીધો 50નો વધારો કરીને 130 કરવામાં આવ્યા છે. જ્યારે ડીઝલ અને હેવી મોટર વાહનો માટે અગાઉ 100 વસૂલવામાં આવતા હતા, તેમાં પણ 50નો વધારો કરીને હવે 150 ફી નક્કી કરવામાં આવી છે.

વાહનવ્યવહાર વિભાગના કહેવા મુજબ, પીયુસી સેન્ટરો દ્વારા વાહનનું સર્ટિફિકેટ ઇશ્યૂ કરતી વખતે તેની તમામ વિગતો ઓનલાઇન અપલોડ કરવી ફરજિયાત છે. જોકે, ઘણા પીયુસી સેન્ટરો દ્વારા આ નિયમનું યોગ્ય રીતે પાલન થતું ન હોવાનું સરકારના ધ્યાનમાં આવ્યું છે. કેટલાક સેન્ટરો માત્ર સમયમર્યાદા મુજબ બિનચકાસણી સાથે ઓનલાઇન સર્ટિફિકેટ ઇશ્યૂ કરી દેતા હોવાનું અગાઉ તપાસમાં બહાર આવ્યું હતું. આ બાબતને લઈ રાજ્યના વિવિધ આરટીઓ કચેરીઓ દ્વારા સમયાંતરે પીયુસી સેન્ટરો પર ચેકિંગ હાથ ધરવામાં આવે છે અને નિયમ ભંગ થવાના કેસમાં દંડ સહિતની કાર્યવાહી પણ કરવામાં આવે છે. તેમ છતાં, કેટલાક સેન્ટરો દ્વારા હજી પણ બોગસ પીયુસી સર્ટિફિકેટ ઇશ્યૂ કરાતાં હોવાની ફરિયાદો સામે આવી રહી છે.

પીયુસી સેન્ટરોના સંચાલકો દ્વારા લાંબા સમયથી ભાવ વધારો કરવાની માગ કરવામાં આવી રહી હતી. મશીનોની જાળવણી, સોફ્ટવેર ખર્ચ અને કામગીરીના ખર્ચમાં વધારો થતો હોવાની રજૂઆત ઉચ્ચ સ્તરે કરવામાં આવી હતી. આ રજૂઆતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ભાવ વધારો મંજૂર કર્યો છે

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...