Wednesday, April 15, 2026

ઇમ્પેક્ટ ફીની મુદતમાં પાંચમી વખત છ માસનો વધારો, ગેરકાયદેસર બાંધકામ થઈ જશે કાયદેસર

spot_img
Share

ગાંધીનગર : ગુજરાત અનધિકૃત વિકાસ નિયમિત કાયદા 2022 હેઠળ રાજ્ય સરકાર દ્વારા ઇમ્પેક્ટ ફી ભરીને ગેરકાયદેસર બાંધકામને કાયદેસર કરવા માટેની સમયમર્યાદા આગામી 6 મહિના માટે લંબાવી દેવામાં આવી છે. 17 ડિસેમ્બર 2025ના પૂર્ણ થઈ રહેલી સમયમર્યાદા છ મહિના માટે વધારી દેવામાં આવી છે. હવે જે લોકો પોતાના બાંધકામને કાયદેસર કરાવવા ઈચ્છે છે તેણે 16 જૂન 2026 પહેલા અરજી કરવી પડશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, રાજ્ય સરકાર દ્વારા બાંધકામોને કમ્પ્લીશન ર્સિટી મળ્યા બાદ વધારાનુ બાંધકામ કર્યુ હોય તેને રેગ્યુલરાઇઝ કરવા માટે ઇમ્પેક્ટ ફી કાયદો અમલમાં મોક્યો છે જેની મુદત આજરોજ પૂર્ણ થનાર હોય સરકારે નવો પરિપત્ર જાહેર કરી તા.17થી ફરી વખત છ માસનો વધારો કરવામાં આવ્યો છે. અમદાવાદ મહાનગર પાલિકામાં ગેરકાયદેસર બાંધકામને કાયદેસર કરવા માટે અત્યાર સુધી 82 હજાર જેટલી અરજીઓ આવી છે. જેમાં 24 હજાર અરજીઓ મંજૂર પણ કરવામાં આવી છે.

ઇમ્પેક્ટ ફી એટલે ગેરકાયદેસર બાંધકામને કાયદેસર કરવા માટેની ફી છે જે સરકાર દ્વારા લેવામાં આવે છે. જેનો ઉદ્દેશ્ય લોકોના ગેરકાયદેસર અને મંજૂરી વગરના બાંધકામોને તોડી પાડ્યા વગર ફી ભરીને કાયદેસર બનાવવાનો છે. આ કાયદો 1 ઓક્ટોબર 2022 પહેલા થયેલા ગેરકાયદેસર બાંધકામોંને લાગુ પડે છે.

રાજ્ય સરકાર દ્વારા ગેરકાયદેસર બાંધકામને કાયદેસર કરવાની મુદ્દતમાં છ મહિનાનો વધારો કરાતા તેનો લાભ ગુજરાતભરમાં લાખો લોકોને મળી શકે છે. જે લોકોના બાંધકામ ગેરકાયદેસર છે તેણે સ્થાનિક તંત્રમાં અરજી કરવાની રહેશે. ત્યારબાદ તેની તપાસ કરી અરજી મંજૂર કે નામંજૂર કરવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...