Thursday, July 23, 2026

અમદાવાદમાં ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ કાર, ચાલકનું ઘટનાસ્થળે મોત ; CCTVમાં કેદ થયો અકસ્માત

spot_img
Share

અમદાવાદ : શહેરમાં માર્ગ અકસ્માતોની વધતી ઘટનાઓ વચ્ચે વધુ એક દુઃખદ બનાવ સામે આવ્યો છે. નરોડા નજીકના રિંગ રોડ વિસ્તારમાં મોડીરાત્રે એક કાર અકસ્માત સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ, કાર તેજ ગતિએ દોડી રહી હતી ત્યારે ચાલકે અચાનક સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. આકાશ ગોસ્વામી નામનો યુવક સાસરીમાં પત્નીને લેવા જઈ રહ્યો હતો, આ દરમિયાન અકસ્માત થયો હતો.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગાંધીનગરના વાવોલમાં રહેતો આકાશ ગોસ્વામી નામનો યુવક ચાંગોદરમાં આવેલી એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. આકાશની પત્ની બારેજડી ખાતે પિયરમાં ગઈ હતી. 12 ફેબ્રુઆરીના રોજ આકાશ તેના ઘરેથી પિયર પત્નીને લેવા જઈ રહ્યો હતો. આકાશ પૂર ઝડપે એસન્ટ કાર લઈને વટવા જીઆઇડીસી રોડ પરથી જઈ રહ્યો હતો. આ દરમિયાન સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં ગાડી ઝાડ સાથે અથડાઈ હતી.

કારની ટક્કર એટલી જોરદાર હતી કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. સ્થાનિક લોકો અને પસાર થતા વાહનચાલકો તરત જ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને યુવકને બચાવવાના પ્રયાસ કર્યો હતો, પરંતુ તેનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું.અને તેના પરિવારને આ ઘટનાની જાણ કરી દેવામાં આવી છે.સમગ્ર મામલે જે ડિવિઝન ટ્રાફિક-પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ ઘટના ફરી એક વખત રોડ સેફ્ટીના મુદ્દાને ચર્ચામાં લાવી છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક મહિનાઓમાં અકસ્માતના કેસોમાં વધારો જોવા મળ્યો છે, જેમાં મોટા ભાગના કિસ્સાઓમાં ઝડપી વાહન ચલાવવું, ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન અને બેદરકારી મુખ્ય કારણો છે. પોલીસ વિભાગ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે વાહન ચલાવતી વખતે ઝડપનું ધ્યાન રાખો અને ટ્રાફિક નિયમોનું પાલન કરો, જેથી આવી દુખદ ઘટનાઓને અટકાવી શકાય.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...